પ્રેરણા પરિમલ
હરિભક્તો માટે કાળજી
ભાવનગરમાં ચીમનભાઈ પટેલ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય. તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. એમનાથી સ્વામીશ્રીનાં દર્શને અવાય એમ નહોતું. સ્વામીશ્રી એમના ઘેર જવા તૈયાર થયા. કોઈએ કહ્યું : 'ત્યાં રસ્તો સારો નથી. મોટર નહિ જઈ શકે.' સ્વામીશ્રી કહે, 'હું ચાલીને જઈશ.' સ્વામીશ્રી ત્યાં ગયા. દાદરો ચડ્યા અને ચીમનભાઈને આશીર્વાદ આપ્યા.
માંદગીના બિછાને સૂતા હોય એવા હરિભક્તોના સ્વાસ્થ્ય માટે સ્વામીશ્રી ખૂબ ઉત્કંઠ રહેતા-વારંવાર એમની ખબર કાઢતા અને એમની સેવાશુશ્રૂષા બરાબર થાય એ માટે અંગત કાળજી લેતા.
Vachanamrut Gems
Loyã-1:
Shriji Maharaj's Animosity Towards Anger
"… Moreover, I have much animosity towards anger; I do not like angry men or angry demigods…"
[Loyã-1]