પ્રેરણા પરિમલ
શ્રીહરિ એક વખત વઢવાણ પાસે ...
શ્રીહરિ એક વખત વઢવાણ પાસે મેથાણ ગામે પધાર્યા હતા. અહીં ગામમાં આવેલા ચતુર્ભુજના મંદિરે દર્શનાર્થે આવ્યા ત્યારે તેમણે જોયું કે આ મંદિર જૂનું થઈ ગયું છે. તેમણે ગામ લોકોને એકત્રિત કર્યા. નક્કી કર્યું કે મંદિરને નૂતન સ્વરૂપ આપવું છે. તેમણે જાતે જ આ મંદિરને ચૂનો કરાવવાનું કામ આદર્યું. કડિયાઓ સારી રીતે ચૂનો કરવાનું કામ કરે તે માટે શ્રીહરિ શંકરના મંદિરથી દક્ષિણ દિશા તરફ એક પત્થરની શિલા પર જાતે ચાકળો નાખીને દરરોજ બેસતા. સાંજેય બેસતા. ક્યારેક તો તેઓ બે બે કલાક સુધી એક જ સ્થળે બેસી રહેતા. સવારે બેસતા. આ રીતે ઘણા દિવસ સુધી ચતુર્ભુજના મંદિરમાં ચૂનો દેવડાવ્યો ને મંદિરનાં દિદાર બદલાઈ ગયાં. શ્રીહરિ પ્રસન્ન થઈ ગયા. આ મંદિરમાં ચાર મોટા મોટા સ્તંભ છે. ઉગમણી દિશા તરફના સ્તંભને બાથમાં ઘાલીને તેઓ કહેવા લાગ્યાઃ અહોહો! સ્તંભ બહુ જાડો છે.' ચતુર્ભુજની મૂર્તિ જોઈ શ્રીજીમહારાજ પ્રસન્ન થયા અને મૂર્તિને ભેટી પડ્યા.
મંદિર પ્રત્યેનો તેમનો આ પ્રેમ જોઈ સૌ ધન્ય થઈ ગયા.
Vachanamrut Gems
Loyã-4:
God is Unparalleled
"… After all, there is only one form of God. This God is extremely powerful and no one, including Akshar, is capable of becoming like Him. This is an established principle."
[Loyã-4]