પ્રેરણા પરિમલ
ગઢડામાં બિરાજમાન શ્રીજીમહારાજે ...
ગઢડામાં બિરાજમાન શ્રીજીમહારાજે એકવાર બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મંદિર કરવા જવાની આજ્ઞા કરી.
કાવ્યકુશળ બ્રહ્માનંદ સ્વામીએ મૂંઝવણ રજૂ કરતાં કહ્યું, 'મહારાજ! આપે તો મને કીર્તન કરવાની આજ્ઞા કરી છે, અને મંદિરનાં કામ તો સૌ કોઈ કરશે.'
શ્રીહરિએ કહ્યું: 'એ તો તમે એવી કળ ચડાવી (વ્યવસ્થા ગોઠવી) દેજો કે કામ ચાલ્યા કરે. ને કામ કરનારા પાળા અને સાધુ જોઈએ તેટલા સાથે લેતા જજો. કળ ચડાવીને કીર્તન પણ કરજો.'
આ સાંભળી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, 'મહારાજ! કળ ચઢાવનારો હું કોણ? આપ તો અનંતકોટિ બ્રહ્માંડોની કળ ચડાવીને બેઠા છો. તેથી તો આપ 'કર્તુમ્' ને 'અન્યથાકર્તુમ્' કહેવાઓ છો.'
ત્યારે શ્રીહરિએ હસતાં હસતાં કહ્યું: 'જેમ મેં બ્રહ્માંડોની કળ ચડાવી છે તેમજ સત્સંગની પણ તેવી જ કળ ચડાવી છે. તે ક્યાંક તો મંદિર પડાય છે, ને આપણે ત્યાં મંદિર થાય છે!'
Vachanamrut Gems
Loyã-1:
Falling from Satsang
"… Similarly, one who harbours an aversion towards the Sant should be known as having tuberculosis; he will certainly fall from Satsang sometime in the future…"
[Loyã-1]