પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨૪
મુંબઈ, તા. ૨૬-૮-'૬૭
રાતનો સમય હતો. યોગીજી મહારાજના ઓરડામાં નીરવ શાંતિ હતી. સેવકો સ્વામીશ્રીને તાળવે ને તળિયે ઘી ઘસી રહ્યા હતા. ઊંઘને માટે પ્રયોગ ચાલતો હતો.
સ્વામીશ્રી કહે : 'દેહમાં બહુ દુઃખ. ઊંઘ આવે નહિ, ઉધરસ આવે. બગાસાં આવે બખડજંતર થઈ ગયું છે !... બખડજંતર શું તે જાણો છો ? નવો શબ્દ છે. તમે સાંભળ્યો નહિ હોય...'
'હા, બાપા નથી સાંભળ્યો.' સેવકે કહ્યું.
'અંગ્રેજી જેવો છે, નવો જ છે...' એમ કહેતાં સ્વામીશ્રી 'બખડજંતર' શબ્દ બોલતા જાય ને હસતા જાય. એમ લગભગ દસથી બાર વાર 'બખડજંતર' શબ્દ બોલ્યા અને હસ્યા હશે. ગમ્મતપ્રિય સ્વામીશ્રી કંઈ ને કંઈ પ્રસંગ કાઢી પોતે હસતા ને હસાવતા. ડૉક્ટરો તથા વૈદ્યની સૂચના હતી કે ઘી ઘસાવતાં બોલવું નહિ. એનો ભાગ્યે જ અમલ સ્વામીશ્રી કરતા. ત્યારે જણાતું કે જુદાં જુદાં નિમિત્ત ઊભાં કરી સ્વામીશ્રી સૌને સેવા આપે છે. યોગનિદ્રામાં રહેતા સ્વામીશ્રી સુષુપ્તિને ઠેલતા પરવા નહોતા કરતા. એ પણ એક એમની લીલા જ હતી !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-2:
Necessities for Pleasing God
“… Therefore, God is only pleased upon one who realises God to possess a definite form and to be the creator, sustainer and destroyer of the cosmos.”
[Vartãl-2]