પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨૧
મુંબઈ, તા. ૧૧-૧-'૧૯૬૭
વચનામૃત વંચાવતાં વાત આવી કે ગુરુ શિષ્યનો મહિમા સમજે. યોગીજી મહારાજે જાતે જ પ્રશ્ન કર્યો કે એ કેવી રીતે? અને જાતે જ ઉત્તર આપતાં સમજાવ્યું કે મહારાજ મૂળજી બ્રહ્મચારીનો મહિમા સમજતા.
'ભગવાન ભક્તનો મહિમા ક્યારે સમજે ?' સ્વામીશ્રીએ પ્રશ્ન પૂછ્યો. પછી પોતે સમજાવ્યું કે,
'મૂળજી બ્રહ્મચારીને મહારાજે તરછોડ્યા, અપમાન કર્યું. પોતે અડવાણે પગે, ઉનાળામાં કેરીનો ટોપલો માથે લઈને મહારાજ પાસે ગયા. મહારાજે સામું ન જોવી. તોપણ મહારાજનો અવગુણ ન લીધો અને છાના - છાના વીસનગર જતાં મહારાજે, પાછળ આવતા બ્રહ્મચારીને પથરા માર્યા. છતાં પણ તેમણે અવગુણ ન લીધો અને કહ્યું, 'જો વાગશે તો તમારે સેવા કરવી પડશે ને સાથે લઈ જશો તો તમારી સેવા હું કરીશ.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-1:
Conviction of God's From is Nirvikalp Samadhi
“… In the same manner, regardless of whether a person has controlled his prãns or not, if he has a firm conviction of the manifest form of Shri Krishna Bhagwãn – without any form of doubts whatsoever – then he has attained nirvikalp samãdhi.”
[Vartãl-1]