પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૧૭
મુંબઈ, તા. ૧૪-૧૦-'૬૧
તા. ૧૯-૬-'૬૧ના દિવસે સ્વામીશ્રી મુંબઈ પધાર્યા હતા. માંદગી નિમિત્તે અનેક લીલાઓ બતાવી અને અનેક હરિભક્તોના ઘરે ઉતારો કરી સૌને અપાર સુખ આપ્યું. તા. ૧૫-૧૦-'૬૧ના દિવસે સ્વામીશ્રી મુંબઈથી નીકળવાના હતા. તેથી આજે રાત્રે કથામાં અદ્ભુત વાતો કરી. સ્વામીશ્રી કહે : 'આપણે બધાને શાસ્ત્રી મહારાજ રૂપે જ જોવા.' તે ઉપર ભગતજી મહારાજે એક સંતને વરતાલના સંતોનું વાકું બોલવાના કારણે માફી મંગાવી હતી, તથા ભિખારી ઘેર ઘેર ફરી ઘણી વાનગીઓ મેળવે તેમ ગુણના ભિખારી થાવું, તે ભગતજી મહારાજની પ્રસાદીની વાતો કરી. તથા જાગા સ્વામી કહેતા કે કાલનો આવ્યો હોય, નાનો હોય-બધાંને હું સ્વામી-સ્વરૂપ જોઉં છું, તે પ્રસાદીની વાત કરી. પછી કહે : 'સંપ, સુહૃદભાવ, એકતા રાખ્યા વગર છૂટકો જ નથી. તે પ્રમાણે વર્તવું જ પડશે. નહિ તો મહારાજ દંડ દેશે.'
આમ, મુદ્દાની વાતો કરી સૌને ગુણાતીત જ્ઞાનનું ભાતું બંધાવ્યું હતું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-45:
All Should Remain Vigilant
“… But I do not wish to allow any affection for anything except God to remain. For this reason, then, all of the devotees and munis should remain vigilant.”
[Gadhadã II-45]