પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૧૫
મુંબઈ, તા. ૧૮-૯-'૬૧
આજથી મોરારબાગમાં 'હરિલીલાકલ્પતરુ'ની પારાયણ શરૂ થઈ હતી. રાતની સભામાં સ્વામીશ્રી સંતો પાસે પ્રશ્નોત્તર કરાવતા હતા. પ્રશ્નોત્તરમાં એક સંતે કહ્યું કે આપણને જે સત્પુરુષ મળ્યા હોય તેનો દૃઢ આશરો કરી લેવો.
તે સાંભળી સ્વામીશ્રી કહે, 'આશરો ભગવાનનો કરવો. સંત પણ ભગવાનનો આશરો કરાવે એમ કહેવું.' એ પ્રમાણે ઉત્તર સુધાર્યો અને સિદ્ધાંત સમજાવ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-28:
Only do that which Pleases God
“Hence, My principle is that if God is pleased with Me, and I have the company of the devotees of God, then even if I were to stay far away from God for countless years, I would not feel any grief mentally. On the other hand, if God is not pleased with Me, then even if I were to stay near God, I would not consider that to be good. Moreover, the essence of all the scriptures is also that one should only do that which pleases God. In fact, one who does not do that which pleases God should be known to have fallen from the path of God.”
[Gadhadã II-28]