પ્રેરણા પરિમલ
ભગવાનમાં અખંડવૃત્તિ
ભાવનગરમાં એકવાર રાત્રે પ્રમુખસ્વામી મહારાજ પત્રવાંચન કરતા હતા. સ્વામીશ્રીની બરાબર ઉપર લાઇટનો એક બલ્બ હતો. ગરમી વધી જતાં એ હોલ્ડરમાંથી છટક્યો અને સ્વામીશ્રીની ગરદન ઉપર પડીને નીચે સરકી ગયો. જાણે કંઈ જ બન્યું નથી તેમ સહેજ પણ વિચલિત થયા સિવાય સ્વામીશ્રી તો પત્ર વાંચતા જ રહ્યા. પત્રવાંચન કરી લીધા પછી ઉપસ્થિત સંતે આ વાત સ્વામીશ્રીને કરી, ત્યારે સ્વામીશ્રી કહે, 'ક્યારે બલ્બ પડ્યો ?' તેમણે કહ્યું, 'આપ પત્ર વાંચતા હતા ત્યારે.' પછી સેવક સંત કહે, 'સ્થિતપ્રજ્ઞતા તો કે'વી પડે !'
સ્વામીશ્રી હસતાં હસતાં કહે, 'વૃત્તિ અખંડ ભગવાનમાં હોય પછી શું ખબર પડે ?'
Vachanamrut Gems
Loyã-14:
Shriji Maharaj's Method of Worship
"… Despite being able to constantly see this mass of divine light, I am not attracted by it; I experience profound bliss only from the darshan of God's form. This is My method of worship."
[Loyã-14]