પ્રેરણા પરિમલ
માન-અપમાનમાં સમભાવ
ધર્મધુરા ધારણ કર્યા બાદ પ્રમુખસ્વામી મહારાજ પ્રથમ વાર પરદેશના પ્રવાસે જઈ રહ્યા હતા. સવારે સવા દસ વાગે સ્વામીશ્રી અને નવ સંતોને લઈને ઊપડેલું 'ગૌરીશંકર' પ્લેન આફ્રિકાના સમય પ્રમાણે બપોરે એક અને બાવીસ મિનિટે નૈરોબી એરપોર્ટ પર ઊતર્યું; પરંતુ એરપોર્ટ મૅનેજર ફરમાન લઈને આવ્યા કે પ્રમુખસ્વામી મહારાજ અને પાર્ટીને પ્લેનમાંથી ન ઊતરવા દેવાનો હુકમ છે.
સાંજે સવા ચાર વાગે એ જ પ્લેનમાં સ્વામીશ્રી અને સંતો ભારત આવવા રવાના થયા. સાથેના સંતો અને હરિભક્તોનાં મુખ ઝાંખાં થઈ ગયાં હતાં. આફ્રિકાના હરિભક્તો વિષાદભરી નજરે પ્લેનને પાછું જતું જોઈ રહ્યા હતા. પ્લેનમાં કોઠારી ભક્તિપ્રિય સ્વામીએ પોતે જેમાં વિચરણનો અહેવાલ લખતા હતા તે ડાયરી સ્વામીશ્રીને આપી. સ્વામીશ્રીએ લખ્યું : 'મહારાજ, બાપાની મરજી હોય તેમ થાય. માટે રાજી રહેવું. તેઓ જેમ રાખે તેમ રહેવું. કોઈ પ્રકારનું દુઃખ માનવું નહીં. અક્ષરરૂપ થઈ મહારાજની ભક્તિ કરવી એટલે કોઈ દુઃખ ન થાય.'
આ કંઈ નાનુંસરખું અપમાન નહોતું. પણ તેની સ્વામીશ્રીના મન ઉપર કશી જ અસર નહોતી. ઊલટું એમણે તો પાછા ફરતાં પ્લેનમાં ગમ્મતની છોળો ઉછાળી, 'રયા ગઢવી ! ક્યાં જઈ આવ્યા ? તો કહે, ઠેરના ઠેર !'
'એ શું ?' સંતોએ કહ્યું.
સ્વામીશ્રી કહે, 'રયો ગઢવી અનાજ બચાવવા પંદર દિવસ બહારગામ ફર્યો. પછી ઘેર આવ્યો ત્યારે એકી સાથે પંદર મહેમાન આવી પડ્યા. ત્યારે કોઈએ પૂછ્યું : 'ક્યાં જઈ આવ્યા ?' તો કહે, 'ઠેરના ઠેર' એના જેવું આપણું થયું.' જે ઘટનાથી કોઈ સામાન્ય માનવી અપમાનની લાગણી અનુભવે, ગુસ્સે થાય એવી આ ઘટનામાં સ્વામીશ્રીએ ન તો અપમાનની લાગણી અનુભવી કે ન ગુસ્સો કર્યો. માત્ર નમ્રતા જ દાખવી.
Vachanamrut Gems
Loyã-7:
Gnan Which Leads to Ultimate Liberation
"… Such a devotee with gnãn faithfully serves the manifest form of God - who eternally has a form - realising Him as transcending Prakruti-Purush and Akshar, and as being the cause and supporter of all. Such understanding constitutes gnãn, and such gnãn leads to ultimate liberation…"
[Loyã-7]