પ્રેરણા પરિમલ
કોઈ બંધન જ નહીં
પ્રમુખસ્વામી મહારાજ ૧૯૮૮માં વિદેશયાત્રાએ જવાના હતા તે પૂર્વે સારંગપુર પધાર્યા હતા. એક સવારે એક સંતે પૂછ્યું, 'હવે તમે દસ દિવસ જ દેશમાં છો, પછી દસ મહિના પરદેશ જવાના છો, તો આપને એમ થાય છે કે મારે દસ દિવસમાં આ બધા સંતો-હરિભક્તોને મૂકીને પરદેશ જવાનું છે ?!'
સ્વામીશ્રી બોલ્યા, 'મારે દેશ કે પરદેશ કાંઈ છે જ નહીં.'
સંતે કહ્યું, 'આ લોકની દૃષ્ટિએ તો જશો ને ?'
સ્વામીશ્રી કહે, 'આ લોકમાં રહેતો જ નથી, પરલોકમાં જ રહું છું ! આ લોકમાં રહેતો હોય તો આ લોકનું બંધન હોય ને!'
મેં કહ્યું, 'શાનું બંધન હોય ?'
સ્વામીશ્રી કહે, 'સેવકનું-સ્થાનનું-પદાર્થનું; છે મને કોઈ બંધન !'
સ્વામીશ્રીની બ્રહ્મદૃષ્ટિનો આ સ્પષ્ટ પરિચય હતો ! સૌની સાથે રહેવા છતાં પરમાત્મામાં રત રહેવાની એમની સાહજિકતાની પ્રતીતિ હતી.
Vachanamrut Gems
Gadhadã I-1 :
What is Maya?
Thereafter, the devotee Govardhanbhãi Sheth asked Shriji Mahãrãj, "What is the nature of God's mãyã?"
Shriji Mahãrãj replied, "Mãyã is anything that obstructs a devotee of God while meditating on God's form."
[Gadhadã I-1]