પ્રેરણા પરિમલ
ભગવાન જ તમને કહે છે
પ્રમુખસ્વામી મહારાજ ૧૯૮૪-૮૫ના સમયમાં ગુજરાતમાં વ્યાપેલાં આંદોલનોથી ખૂબ વ્યથિત હતા. અનામત પ્રશ્ને જાગેલો વિવાદ શમાવવા સ્વામીશ્રી સ્વયં સક્રિય થયા હતા. વિદ્યાર્થી નેતાઓ, તેમના વાલીઓ અને સંબંધિત રાજનેતાઓને સ્વામીશ્રી જાતે મળતા, ભલામણ કરતા...
આ અરસામાં વિદ્યાર્થીનેતા ગૌરાંગ શાહ અને વાલીમંડળના મોવડી શંકરભાઈ પટેલ સાથે સ્વામીશ્રીએ ઘણો સમય વાટાઘાટો ચલાવી. થોડા સરકારી આગેવાનો પણ બેઠા હતા.
એ વખતે એક રાજકીય કાર્યકર બોલ્યા : 'આપે કહ્યું, એટલું કરીએ છીએ, પછી ભગવાનની ઇચ્છા !'
સ્વામીશ્રી તરત બોલ્યા : 'ભગવાનની ઇચ્છા છે જ, અને ભગવાન જ તમને કહે છે !'
સ્વામીશ્રી ઉતાવળે પરભાવમાં આવીને બોલી ગયા ! ભગવાનના સાક્ષાત્કારનો રણકો એ શબ્દોમાં હતો. અદ્ભુત હતી એ ક્ષણ. પળભર માટે સૌ સ્તબ્ધ થઈ ગયા. વાતાવરણમાં નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન ગુંજી રહ્યું હતું : 'સંત બોલે તે ભેળો હું બોલું રે...'
Vachanamrut Gems
Gadhadã II-5:
What Are the Main Virtues a Devotee of God Should Attain?
"… A devotee of God should firstly maintain fidelity, and secondly, courage…"
[Gadhadã II-5]