પ્રેરણા પરિમલ
આધ્યાત્મિક ઊંચાઈનું શિખર
ચાર દિવસ પહેલાં મને સ્વપ્નમાં આપનાં દર્શન થયેલાં. સ્વપ્નમાં મને નિર્વિકલ્પ સમાધિ કેવી હોય તેની સમજણ આપે મને આપી - અને તેનો અનુભવ પણ કરાવ્યો ! શું આપને ચોવીસ કલાક નિર્વિકલ્પ સમાધિનો અનુભવ રહે છે ?'
ઇંગ્લૅન્ડના સસેકસ શહેરના ત્રણ અંગ્રેજ યુવાનો - ડેવિડ, ડેનિયલ અને રિચાર્ડ તા. ૧૫-૫-૯૫ના રોજ લંડનમાં જ પ્રમુખસ્વામી મહારાજના દર્શને આવ્યા હતા. હિંદુ આધ્યાત્મિકતાથી આકર્ષાઈને તેમણે ભારતમાં કેટલાક સંતોની મુલાકાત પણ લીધી હતી. જો કે સ્વામીશ્રી અપરિચિત હતા. ડેવિડને સ્વામીશ્રીની આવી દિવ્ય અનુભૂતિ થતાં તે સ્વામીશ્રીનાં દર્શને ખેંચાઈ આવ્યો હતો. સ્વામીશ્રીને ઉપરોક્ત પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામીશ્રીએ કહ્યું :
'હરીએ, ફરીએ, બધું કરીએ, પણ ભગવાનને સાથે રાખીને કરીએ એટલે (નિર્વિકલ્પ સમાધિનો અનુભવ) કાયમ રહે !' ખૂબ સહજતાથી ઉચ્ચારાયેલા આ શબ્દોમાં સ્વામીશ્રી અમર્યાદ આધ્યાત્મિક ઊંચાઈના એક શિખરનું આ દર્શન છે !
Vachanamrut Gems
Panchãlã-7:
A Person With Firm Upasana Would Definitely Attain Liberation
"… Moreover, if, by chance, a person possessing such firm upãsanã of the manifest form of God - never harbouring any doubts of mãyã being present in the form of God - were to behave unbecomingly due to the influence of bad company or due to the influence of his own prãrabdha karmas, even then he would attain liberation…"
[Panchãlã-7]