પ્રેરણા પરિમલ
બાળવત્સલ સ્વામીશ્રી
એક વાર પ્રમુખસ્વામી મહારાજ ઉકાઈમાં સંસ્થા તરફથી ચાલતા આદિવાસી બાળકોના નિઃશુલ્ક છાત્રાલયની મુલાકાતે ગયા હતા. સ્વામીશ્રી ઝીણી ઝીણી વિગતો પૂછીને બાળકોની સગવડ અને ખોરાક વિષે માહિતી મેળવતા હતા. વાતચીતમાં વ્યવસ્થાપકે કહ્યું : 'રોજ સવારે પાઉડરનું દૂધ આપીએ છીએ.'
'એ દૂધ બધાને ભાવે છે ? બધા પીએ છે ?' સ્વામીશ્રીએ વળતો પ્રશ્ન કર્યો.
'કોઈને ન ભાવે તો ન પણ પીએ.'
સ્વામીશ્રીએ કહ્યું : 'આપણે ગાય કે ભેંસનું દૂધ આપવું. જેથી કોઈ પીધા વગર ન રહે.'
આ પછી સ્વામીશ્રીએ બાળકોના પલંગ, પાથરણાં વગેરે જોયાં.
પલંગ પર ઓઢવા માટેના ધાબળા જોઈને સ્વામીશ્રીએ કહ્યું : 'આ ધાબળા ટાઢ હરે તેવા ફક્કડ છે, પણ ખોળિયાં કરાવી દેવાં, જેથી બાળકો ઓઢે ત્યારે ગાલે વાગે નહીં.'
બાળકના ઘડતરમાં વાત્સલ્ય શો ભાગ ભજવે છે એ સ્વામીશ્રી બરાબર જાણે છે. બાળકોનાં સ્વાસ્થ્ય અને સગવડની સ્વામીશ્રી ખૂબ કાળજી રાખે છે.
Vachanamrut Gems
Loyã-7:
Highest Realisation
"… That is to say, even after one has become brahmarup, one still has to realise Parabrahma Purushottam…"
[Loyã-7]