પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની કાર્યકુશળતા
એક વાર પ્રમુખસ્વામી મહારાજનું પત્રવાંચન ચાલુ હતું એ દરમ્યાન એક યુવક સ્વામીશ્રીને મળવા આવ્યા. એમની સામે જોયા વગર સ્વામીશ્રી કહે, 'વાત કરો.' પેલા યુવકે પોતાના પ્રશ્નો રજૂ કર્યા. સ્વામીશ્રી કંઈ પણ બોલ્યા વગર પત્રો વાંચતા રહ્યા. પાંચ મિનિટ આવી રીતે પસાર થઈ ગઈ એટલે પેલા યુવકને એમ જ થયું કે સ્વામીશ્રીએ પોતાની વાતમાં ધ્યાન આપ્યું નથી. પરંતુ પત્રવાચન પૂરું કરીને સ્વામીશ્રીએ એ ભાઈના બધા જ પ્રશ્નોનું સમાધાન કરી આપ્યું. પોતે પત્ર વાંચતા હતા છતાં પેલા યુવકની રજેરજ વાત ઉપર સ્વામીશ્રીનું પૂરું ધ્યાન હતું ! બિનજરૂરી ઘટનાઓ ઉપર સ્વામીશ્રી લક્ષ આપતા નથી પણ જરૂરી બાબતોમાં સ્વામીશ્રી એક કરતાં વધારે સ્થળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
Vachanamrut Gems
Loyã-17:
Finding Faults Only in Oneself
"… In the same manner, then, if a person has realised the greatness of the Sant, then regardless of how much the Sant scorns him, he would never become upset with the Sant. In fact, if he does find a fault in anyone, he would find it in himself, but in no way would he perceive a flaw in the Sant…"
[Loyã-17]