પ્રેરણા પરિમલ
પત્રવાચનમાં એકતાનતા !
પત્રવાચન કે લેખનમાં એ મશગૂલ પણ કેવા થઈ જાય છે! અટલાદરામાં પત્ર લખતા હતા એ દરમ્યાન રૂમમાં એક ઊંદરડી પેસી ગઈ. સંતોએ એને પકડવા ખૂબ પ્રયત્ન કર્યો. આ ધમાચકડી દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજ તો પત્ર લખતા જ રહ્યા. ઊંદરડી ક્યાં લપાઈ ગઈ તે ખબર જ ન પડી. હજુ તો સંતો તપાસ કરતા જ હતા ત્યાં સ્વામીશ્રીએ પત્ર લખવો પૂરો કરીને હાથ ઊંચા કર્યા અને કહ્યું : 'આ રહી ઊંદરડી !' સ્વામીશ્રીના પેટની, કેડની આજુબાજુએ એ રમી રહી હતી.
ભાવનગરમાં એક રાત્રે જમ્યા પછી સ્વામીશ્રી પત્ર વાંચી રહ્યા હતા. એવામાં બલ્બ-હોલ્ડરમાંથી ગરમ બલ્બ છટકીને સીધો સ્વામીશ્રીની ગરદન ઉપરથી સરીને નીચે પડ્યો. સ્વામીશ્રીએ તો જાણે કંઈ બન્યું જ નથી એમ પત્રવાચન ચાલુ રાખ્યું. પત્ર વાંચીને એ ઊભા થયા એટલે ભદ્રેશ સ્વામીએ આ વાત કરી. સ્વામીશ્રી કહે, 'બલ્બ ક્યારે પડ્યો ?' આવી છે સ્વામીશ્રીની પત્રવાચનમાં એકતાનતા !
Vachanamrut Gems
Loyã-10:
The Reason For Not Developing Affection For God
Then Nityãnand Swãmi asked, "Why does he not develop affection for God with such an intense force?"
Shriji Mahãrãj said, "Good and bad behaviour is determined by the factors of place, time, action, meditation, scriptures, initiation, mantra and company. So, if one attains favourable places, times, company, etc., then one develops affection for God quickly. But if one encounters unfavourable places, times, etc., then one would develop affection for objects other than God."
[Loyã-10]