પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીનો જીવનમંત્ર
તા. ૮-૭-૨૦૦૫, દિલ્હી
અમેરિકામાં હાલ બંધાઈ રહેલાં મંદિરોના સંદર્ભમાં કનુભાઈ પટેલ(યુ.એસ.એ.) કહે : 'બાપા ! કામ બહુ જ મોટાં છે. ઘણી વખત મોળા વિચાર આવી જાય કે થશે કે નહીં ? પણ આપે સંતોને એકવાર કહેલું ને કે 'અક્ષરધામમાં ગમે એટલા પથરા પડ્યા હોય પરંતુ અહીં છાતી ઉપર એક કાંકરીનો ભાર નથી.' એ આપનો પ્રસંગ સાંભળીને બળ મળે છે.'
આ સાંભળતાં સ્વામીશ્રી કહે : 'ભગવાનનું કામ ભગવાન કરે છે એટલે ભાર ન લાગે. પાણીમાં ડૂબકી મારે એટલે ભાર ન લાગે, પરંતુ માથે ભાર લઈને ફરે તો લાગે જ. એમ 'હું કરું છું' એવી ભાવના થાય તો ભાર આવી ગયો. મોટામાં મોટું એ છે કે 'હું કરું છું. મારાથી થયું છે, હું જાણું છું ને પેલો નથી જાણતો.' એ બધી ભાવના રાખીએ તો માથા પર મોટો બોજો આવે ને દુઃખ થાય. માટે ક્લેશ ન થાય એ માટે આ વિચાર કાયમ રાખવો. ઘણી વખત મોટા ઉપાડે વાત કરી હોય ને કામ ન થાય એટલે માણસ મરવા જેવો થઈ જાય છે. ને આપણે તો કામ થાય કે ન થાય પણ ભગવાનની ઇચ્છા માનીને આનંદમાં રહીએ. મહારાજની ઇચ્છા હોય એમ થાય છે.' ડગલે ને પગલે સ્વામીશ્રી આ જીવનમંત્ર જીવી રહ્યા છે.
Vachanamrut Gems
Gadhadã II-23.4:
The Mind of a True Sadhu
“… Therefore, only one whose mind has a craving for God and which becomes neither ‘hot’ nor ‘cold’ by the vishays should be known as a sãdhu.”
[Gadhadã II-23.4]