પ્રેરણા પરિમલ
એ જ ભગવાનનું બળ અને ગુરુની કૃપા
તા. ૩-૭-૨૦૦૫, જામનગર
જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. વી.એમ. શાહ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી સાથે વાત કરતાં તેઓ કહે : 'આ ઉંમરે પણ આપના મોઢાનું તેજ એવું ને એવું જ છે. એમાં પણ આપની આંખ તો ગજબ છે !'
સ્વામીશ્રી કહેઃ 'ભગવાનની ઇચ્છાથી બધું થાય છે. એમના સંકલ્પ પ્રમાણે કામ થાય છે. જે સારું થાય છે એ બધી ભગવાનની કૃપાથી થાય છે.'
'સારું તો થાય છે પણ એની પાછળ બળ તો હોય ને !'
'એ જ ભગવાનનું બળ અને ગુરુની કૃપા.' સ્વામીશ્રીએ સહજતાથી બધો જ યશ મહારાજ તથા ગુરુના ચરણોમાં ધરી દીધો.
Vachanamrut Gems
Gadhadã III-33.6:
Things a Devotee Can't do without
“Even at present, the attachment a devotee has for the ten types of bhakti – engaging in discourses related to God, singing devotional songs, chanting His holy name, etc. – as well as the attachment he has for swadharma, vairãgya, ãtmã-realisation, keeping the company of the Sant and realising the greatness of God is such that he can in no way do without them…”
[Gadhadã III-33.6]