પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-1-2017, આણંદ
આજે પ્રમુખસ્વામી મહારાજના આણંદમાં ઊજવાનાર 97મા જન્મજયંતી મહોત્સવની ઉદ્ઘોષ સભા યોજાઈ હતી. સ્વામીશ્રીએ આ સભામાં આશીર્વાદ આપ્યા હતા
કે ‘સ્વામીબાપાના ગુણો કલ્યાણકારી હતા અને તે લાવવા પડશે.’
ચેષ્ટાગાન પૂર્ણ થયા બાદ સ્વામીશ્રીએ આપેલા
આ આશીર્વાદની સંતો ક્રમમાં સ્મૃતિ કરવા માંડ્યા.
આત્મતૃપ્તદાસ સ્વામી કહે : ‘આ બધું કહીને આપે છેલ્લી વાત કરી તે ગમી... આપણે તો પ્રાર્થના જ કરવાની છે.’
પ્રિયવ્રતદાસ સ્વામી કહે : ‘પ્રાર્થના કરીએ તો જ ગુણો આવે એવું છે.’
સ્વામીશ્રી કહે : ‘છૂટકો જ નથી.’
પ્રિયવ્રતદાસ સ્વામી કહે : ‘આપે કહ્યું - ‘ગુણ તો ખરા, પણ ભગવાન ને સંતને ગમે તેવા ગુણ,’ એ વિશેષ વાત કરી.’
સ્વામીશ્રીએ દૃઢાવ્યું : ‘બીજા ગુણ નહીં.’
સંતો કહે : ‘તો અમારે તો શું કરવાનું, પ્રાર્થના જ ને ?! કે એવા ગુણો આપજો.’
સ્વામીશ્રી કહે : ‘હા, પણ સિન્સ્યરલી(અંતઃકરણપૂર્વક) પ્રાર્થના.’ પછી ભારપૂર્વકનો લહેકો કરતાં કહે : ‘ઉપરછલ્લું નહીં.’
પ્રિયવ્રતદાસ સ્વામીએ પૂછ્યું : ‘પણ સિન્સ્યરલી પ્રાર્થના થાય કેવી રીતે ?’
‘એ ઓટૉમેટીક આવે... ગદ્ગદ થઈ જાય. એને લાગે કે પ્રાર્થના કરવા જેવી જ છે. તો એ પ્રાર્થના બરાબર.’ સ્વામીશ્રીએ કહ્યું.
પ્રિયવ્રતદાસ સ્વામી કહે : ‘ડૉક્ટર સ્વામી બોલેલા - પ્રાર્થના કરવી ન પડે, થઈ જાય.’
સ્વામીશ્રીએ ‘હા’ પાડી સમર્થન આપ્યું.
આત્મતૃપ્તદાસ સ્વામી કહે : ‘યોગીબાપાએ કહ્યું છે - આજે પ્રાર્થના કરીએ ને કાલે ફરી જઈએ એવું ન થાય એ પ્રાર્થના. પણ એવું થાય છે કે ‘રાત્રે પ્રાર્થના કરીને સૂતા હોઈએ કે સવારે વહેલા ઉઠાડજો, પણ પછી થાય કે થોડું સૂઈ જઈએ.’
સ્વામીશ્રી હસીને બોલી પડ્યા : ‘બોગસ પ્રાર્થના.’
સૌ સંતો ખડખડાટ હસી પડ્યા.
આગળ સ્વામીશ્રી કહે : ‘સિન્સ્યરલી પ્રાર્થના કરી હોય તો ઊઠી જ જાય (જવાય).’
પછી કહે : ‘બનાવટી પ્રાર્થના ને અસલીમાં બહુ અંતર નથી. બેય સાચી લાગે. આમ બેસે (હાથ જોડીને આંખો મીંચીને ગદ્ગદ કંઠે પ્રાર્થના કરતા હોય તેવી મુદ્રા કરી), પણ બોગસ હોય, સાવ બોગસ; પોઝ (મુદ્રા) બધો બરાબર !’
આત્મતૃપ્તદાસ સ્વામીએ પૂછ્યું : ‘આપને તો ખબર પડી જાય ને કે પ્રાર્થના સાચી છે કે ખોટી ?’
સ્વામીશ્રી કહે : ‘હા.’
આત્મતૃપ્તદાસ સ્વામી કહે : ‘સાચી હોય તો કામ કરી દો ને ?’
‘તરત જ... ઇન્સ્ટન્ટ.’ સ્વામીશ્રીએ કહ્યંુ.
પ્રિયવ્રતદાસ સ્વામી કહે : ‘તો હવે એના માટેય પ્રાર્થના કરવાની કે સાચી પ્રાર્થના થાય.’
સૌ હસી પડ્યા.
‘પણ એય બોગસ થાય.’ સ્વામીશ્રીએ આપણી મનોદશા છતી કરી દીધી.
પછી કહે : ‘સાચી પ્રાર્થના તો એક જ વાર કરવી પડે.’
પ્રિયવ્રતદાસ સ્વામીએ પૂછ્યું : ‘સાચી પ્રાર્થના હોય તો એક જ વારમાં કામ થઈ જાય ?’
‘હા’.
પછી સ્વામીશ્રી કહે : ‘બોગસની સિરીઝ(શૃંખલા) ચાલે. બોગસ બોગસ બોગસ...’
પ્રાર્થનામાં રહી જતી આવી સૂક્ષ્મ ક્ષતિઓ તો જે પ્રાર્થના સાંભળતું હોય એ જ પકડી શકે, એવી અનુભૂતિ સૌને થઈ.
Vachanamrut Gems
Loyã-8:
Controlling One's Hands
"To overcome the over-excitability of the hands, whenever the hands are idle, one should keep a rosary in one's hand and turn it while chanting the name of God in rhythm with the inhaling and exhaling of one's breath. One should not, however, turn the rosary hurriedly…"
[Loyã-8]