પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-1-2017, આણંદ
સ્વામીશ્રી મર્કમાં વિરાજીને અક્ષરફાર્મથી મંદિરે પધાર્યા. મંદિરના ત્રણ ખંડોમાં દર્શન કરીને ગુરુપરંપરાનાં દર્શન કરતાં કરતાં પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ સમક્ષ પધાર્યા. અહીંયાં તેઓનું વાક્ય મૂકેલું હતું : ‘સહન કરવું પરમ ધર્મ છે.’
પછી તો સ્વામીશ્રીના મુખે આ વાક્ય સાંભળવા ઇચ્છતા સંતો સહનશીલતાનો અભાવ પ્રદર્શિત કરતાં વાક્યો બોલવા માંડ્યાં. સ્વામીશ્રી પ્રમુખસ્વામી મહારાજનું વાક્ય બતાવતાં બોલ્યા : ‘સહન કરવું પરમ ધર્મ છે.’
સંતોની ઇચ્છા પૂરી થઈ.
શ્રીજીવંદનદાસ સ્વામીએ આગળ પૂછ્યું : ‘પણ ક્યાં સુધી સહન કરવું ? કોઈ લિમિટ ખરી ?’
‘ના, ઠેઠ અક્ષરધામ સુધી.’ સ્વામીશ્રી કરનું લટકું કરતાં બોલ્યા.
Vachanamrut Gems
Loyã-16:
The Method for Eradicating Egotism
"… Therefore, whosoever wishes to eradicate egotism should realise the greatness of God and the Sant."
[Loyã-16]