પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-1-2017, આણંદ
સ્વામીશ્રીએ સાયંસભામાં મૃદુ સ્વરે ‘પોતે દાસના દાસના દાસ છે’ તે વાત આશીર્વાદમાં કરી હતી. આ સંદર્ભમાં ચેષ્ટાગાન બાદ ભગવત્ચરણદાસ સ્વામી કહે : ‘હવે તો ખોંખારીને બોલો. આપ તો દાસના દાસ જ થાઓ છો.’
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘જે છે એ છે.’
ભગવત્ચરણદાસ સ્વામી કહે : ‘બહુ દાસ થયા.’
આ સાંભળી સ્વામીશ્રીના મુખેથી અદ્ભુત મહિમા- ગંગા વહેવા લાગી :
“ભગવાન અને સંત મળે એટલે એકદમ સહેલો મોક્ષ. જો તમે સંતમાં જોડાયેલા હો તો બધું એકદમ નીકળી જાય - વહેલા-મોડા. આ જ જન્મે ફેંસલો. સાધન બધાં બહુ કર્યાં છે. કાંઈ બાકી નથી. બધું જ કર્યું છે. બાકીમાં આ જ છે - એકાંતિક ભાવે ભજન કરવું. મહારાજે જ કહ્યું છે સર્વ સાધનનું ફળ - સત્સંગ.”
સંતો કહે : ‘સાધન કર્યાં તે આપની પ્રાપ્તિ થઈ.’
સ્વામીશ્રી ભાવપ્રવાહમાં જ ‘હા’ કહી આગળ બોલવા લાગ્યા :
“મહારાજે કહ્યું : અનંત બ્રહ્માંડનો રાજા હોય. અનંત બ્રહ્માંડનો રાજા એટલે અવતારોથી પર થયા. પણ તોય તેને સત્સંગ ન મળે તો જીવન અલેખે છે. સત્સંગની આ કિંમત કહી છે. સત્સંગ મળ્યો એ બહુ મોટી વાત થઈ ગઈ. આપણે અહીંયાં બધા દેખાવમાં સામાન્ય લાગે. દેવલોકમાં બધા કેટલા રૂપાળા છે ! આ બધા દેવલોક કરતાં કેટલા આગળ છે ! રૂપ-રંગ બધું જોવાનું જ નહીં. સત્સંગ મળ્યો, બસ, એ બહુ મોટી વાત થઈ ગઈ !
રોકડો મોક્ષ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. મોક્ષની વાત તો મહારાજે ઢગલાબંધ કરી છે. મોક્ષ સિવાય બીજી વાત જ નથી. મહારાજ કહે છે કે ‘જો સાધન બધાં કરે, પણ મોક્ષનો અંકુર ન ફૂટે તો કોઈ અર્થ નહીં.’ મોક્ષનો અંકુર ફૂટવો જોઈએ. એને મનમાં થવું જોઈએ કે ‘મારે મોક્ષ કરવો છે.’ હજુ આપણને બધાને નથી લાગતું કે ‘મોક્ષ કરવો છે.’ મોક્ષ એટલે માયા પરની વાત છે. મુમુક્ષુને એવું મનાવું જોઈએ કે ‘આપણે આટલું બાકી છે.’ બીજું કાંઈ બાકી નથી. બીજું સ્વભાવ બાકી છે. સ્વભાવ અને પ્રકૃતિને એક કહ્યાં ને ! પ્રકૃતિથી પર ?”
સંતો કહે : ‘અક્ષરધામ.’
‘તો સ્વભાવથી પર ?’
સંતો ફરી કહે : ‘અક્ષરધામ.’
સ્વામીશ્રી એકદમ ભાવમાં આવીને ચપટી વગાડતાં કહે : “અહીંયાં સ્વભાવ મુકાય તો ! અહીંયાં જ અક્ષરધામ... અહીંયાં જ.”
આ પ્રસંગે સૌને સ્વામીશ્રીની કરુણાનો અને પોતાનામાં રહેલી કસરનો ખ્યાલ આવી ગયો.
Vachanamrut Gems
Loyã-17:
Means to Develop an Aversion For The Panchvishays
Then Muktãnand Swãmi asked another question, "Mahãrãj, how can such an aversion for the panchvishays be developed?"
Shriji Mahãrãj explained, "The principal means for developing such an aversion for the panchvishays is the knowledge of God's greatness, and thereafter, ãtmã-realisation and vairãgya."
[Loyã-17]