પ્રેરણા પરિમલ
ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં ...
ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં રચાઈ રહેલા ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણ માટે ખર્ચ પણ ખૂબ થઈ રહ્યો હતો. ભગવાન સ્વામિનારાયણની મરજી મુજબ સેવા કરી રહેલા ભક્તરાજ દાદાખાચર આર્થિક રીતે ચારેબાજુ થી મુશ્કેલીઓમાં સપડાયા હતા. આથી તેમના મનમાં મૂંઝવણ ચાલી રહી હતી કે પૈસાની તંગી છે તો મંદિર કઈ રીતે પૂરું થશે?
શ્રીહરિ દાદાખાચરની આ મૂંઝવણ પારખી ગયા. તેમણે દાદાખાચરને પાસે બોલાવી આકાશ તરફ હાથ ઊંચો કર્યો અને ત્યાં નીરખવા કહ્યું. દાદાએ ત્યાં નજર કરી એ સાથે ત્રણ શિખરના સોનાના દિવ્ય અને ભવ્ય મંદિરનાં દર્શન થયાં. દાદાખાચર તો આવું સુંદર મંદિર જોઈ આભા જ બની ગયા! તેમણે ગદ્ગદ થતાં કહ્યું: 'મહારાજ! આ જ મંદિર રાખી દ્યો ને !' શ્રીજીમહારાજ કહે : 'દાદા ! અમારે સૌનું કલ્યાણ કરવું છે. માટે સૌની સેવા લેવી છે. જો આ જ મંદિર રાખીએ તો કોઈને સેવા ન મળે.'
દાદાખાચર શ્રીજીમહારાજની આ જીવપ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાને વંદી રહ્યા.
Vachanamrut Gems
Vartãl-14:
Why does one who seems to be unworthy still attain samadhi?
Thereupon Rãmchandra Vãghmodiã of Vadodarã asked Shriji Mahãrãj, “Mahãrãj, why does one who seems to be an unworthy person still attain samãdhi?”
Shriji Maharaj replied, "Everyone believes that one who infringes the dharma of one's caste and ashram as prescribed in the scriptures is an 'unworthy person'. However, if that unworthy person sincerely appreciates the virtues of God and His Sant, he earns great merits. As a result, the sins that he has committed by transgressing the dharma of his caste and ashram are eradicated and his jiva becomes extremely pure. Thereafter, when his mind is fixed on God's form, he attains samadhi."
[Vartãl-14]