પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી બાળ-યુવા દિનના કાર્યક્રમમાં પધાર્યા. બાળકો અને યુવકોએ ‘સંપ’ વિષયક ખૂબ જ સુંદર સંવાદ રજૂ કર્યો. આ પ્રસંગે આશીર્વર્ષા કરતાં સ્વામીશ્રી બોલ્યા :
‘આપણે આ બધું જોયું એ રમતમાં ન જાય તે ધ્યાનમાં રાખવાનું. ના-ટક = ટકે નહીં. પ્રમુખસ્વામી મહારાજે - ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનનું મૂકવું - આ જ વાતો આપી છે. આમાં કાંઈ બાકી ન રહે, પણ ઝીલવું ભારે છે...
સંપ માટે આપણા તરફથી કેવી રીતે વર્તવું તે વિચારવું. દરેક આ રીતે વર્તે તો ? મહારાજ-સ્વામીનો રાજીપો લેવો છે, બીજું કાંઈ બાકી નથી. બાકીમાં આટલું જ છે - સંપ-સુહૃદભાવ. એ આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરવો. બીજા કરે કે ન કરે - પંચાત ન કરવી. What is right? (શું સાચું છે)? પર જવું. અક્ષર-પુરુષોત્તમની ધજા ફરકાવવા શાસ્ત્રીજી મહારાજે આ જ કર્યું છે. What is right? પર ગયા. સામનો નહીં, સહન કર્યું. Who is right? (કોણ સાચું છે?) પર જઈએ તો તોફાન-ધડાધડી થાય. What is right? પ્રમાણે સત્સંગ કરવાનો.”
‘કોણ સાચું ?’ નહીં, પણ ‘શું સાચું ?’ પર જવાની સુંદર શીખ સ્વામીશ્રીએ આપી સૌને આજના દિવસનું ભાથું ભરી આપ્યું.
Vachanamrut Gems
Panchãlã-4:
When God is Present as a Human, does He Leave His Divine Abode Empty?
"… Therefore, God suppresses His own divine powers and gives darshan exactly like a human. But at the same time, He still remains present in His own abode. Only when God comes as a human are people able to do His darshan, touch Him, and offer the nine types of bhakti."
[Panchãlã-4]