પ્રેરણા પરિમલ
ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમા...
ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં ગંગાજળિયા કૂવા પાસે સંતો-હરિભક્તોની સભા ભરીને બિરાજમાન હતા.
શ્રીહરિએ ઠેર ઠેર મંદિરો રચવા માટે સંતો-હરિભક્તોનો અભિપ્રાય માગ્યો, 'આપણે મંદિર કયા કયા ગામમાં અને કેટલાં હોય તો ઠીક?'
હરિભક્તોમાંથી કોઈ અમદાવાદ તો કોઈ વરતાલ વગેરે નામો બોલવા લાગ્યા. પછી શ્રીહરિએ સભામાં દૂર બેઠેલાં બાઈ હરિભક્તોને પૂછ્યું. બાઈ હરિભક્તોએ કહ્યું: 'ગઢડામાં તો હોવું જ જોઈએ. કારણ કે મહારાજ ગઢડા બહુ રહ્યા છે. પણ ઝાઝાં મંદિર સારાં નહિ.'
આ સાંભળી શ્રીહરિએ હાથમાં માળા લીધી અને કહ્યું: 'ભગવાનને ઝાઝાં મંદિર ગમતાં હોય તો બેકી સંખ્યા આવે, નહિતર એકી સંખ્યા આવે.' એમ કહી તેમણે માળા ફેરવી અને અંતે સંખ્યા બેકી આવી.
મહારાજે સૌ પર કરુણા વરસાવતાં કહ્યું: 'ગામોગામ મંદિર ભલે થાય.'
આજે ગામોગામ સ્થપાઈ રહેલા સ્વામિનારાયણ મંદિરોના મૂળમાં ભગવાન સ્વામિનારાયણનો આ દિવ્ય સંકલ્પ સમાયો છે.
Vachanamrut Gems
Gadhadã II-53:
The king of all fools
“… Therefore, a person who perceives faults either in God’s divine incidents or in His understanding should be known to be a non-believer and a sinner. In fact, he should be considered to be the king of all fools…”
[Gadhadã II-53]