પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-1-2017, અમદાવાદ
મંદિર ઉપર પાછળના પ્રદક્ષિણા પથમાં મુનિપ્રેમદાસ સ્વામી ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’નું વાક્ય બોલ્યા :
“શ્રીનગરમાં શ્રીહરિએ કહ્યું : ‘અક્ષરધામનો મુક્ત હોય પણ જો તે દેહભાવમાં વર્તે તો તેનું મુક્તપણું દેહદશામાં પલટાઈ જાય છે.”
પછી તેમણે સૌનાં મનની વાત પૂછી : ‘અમે તો દેહદશામાં વર્તીએ છીએ... તો ?’
સ્વામીશ્રી કહે : ‘નિષ્ઠા છે એ જ મુક્તપણું છે.’
સુંદર સૂત્રાત્મક વાક્ય બોલીને સ્વામીશ્રીએ સૌને આશ્વાસન આપી દીધું.
Vachanamrut Gems
Loyã-14:
Shriji Maharaj's Method of Worship
"… Despite being able to constantly see this mass of divine light, I am not attracted by it; I experience profound bliss only from the darshan of God's form. This is My method of worship."
[Loyã-14]