પ્રેરણા પરિમલ
આપણે દાસ છીએ...
૧૯૮૦માં સ્વામીશ્રી લંડન બિરાજતા હતા. સવારે વચનામૃતની કથામાં હરિરસ રેલાવતા હતા. સામે બેઠેલ હરિભક્તો પણ સ્વામીશ્રી સાથે મહિમાપૂર્વક જોડાઈ ગયા હોઈ પ્રશ્ન-ઉત્તર થતા હતા. ઠાકોરભાઈએ સ્વામીશ્રીને કહ્યું : 'શ્રીજીમહારાજે એક રાતમાં ૫૦૦ પરમહંસો કર્યા, આપ દ્વિશતાબ્દી મહોત્સવમાં ૫૦૦ બનાવો !'
સ્વામીશ્રી કહે : 'શ્રીજીમહારાજ તો સમર્થ. એ ક્યાં ને આપણે ક્યાં ? આપણે એમના દાસ છીએ...'
સ્વામીશ્રીના મુખેથી એકદમ દાસત્વભાવની ગંગા વહી રહી...
Vachanamrut Gems
Kãriyãni-7:
The Definition of Ultimate Liberation
"… That God remains as He is during the time of creation, sustenance and dissolution of the cosmos; i.e., He does not undergo any changes like worldly objects do. He always maintains a divine form. Having such a firm conviction of the manifest form of Purushottam is called ultimate liberation."
[Kãriyãni-7]