પ્રેરણા પરિમલ
કારિયાણીનાં સ્ત્રી હરિભક્ત પૂરીબાઈ...
કારિયાણીનાં સ્ત્રી હરિભક્ત પૂરીબાઈનો દીકરો મૂળજી કેરિયા ગામે ભગુ પટેલના બાપનું કારજ કરવા જતો હતો. વચ્ચે એક પાડલિયો નદી આવી ત્યારે મૂળજીએ બળદને પાણી પાયું અને બળદને રાશથી જોડવા જતો હતો ત્યારે અચાનક બળદોએ ઝોંટ મારી. મૂળજી પડી ગયો. ગળામાં દોરડું આવી ગયું અને મૂળજીનો શ્વાસ રુંધાઈ ગયો. મૂળજી તરફડિયાં મારી મોતને શરણ થયો.
પૂરીબાઈથી આ આઘાત સહન ન થયો. 'મૂળજી! મૂળજી!' પોકારીને આક્રંદ કરતાં પૂરીબાઈનો વિલાપ શ્રીજીમહારાજથી સહન ન થયો. મહારાજે તેમને દર્શન આપીને મૂળજીનાં દર્શન કરાવ્યાં. હાથીની સવારી પર સુવર્ણના અલંકારો સાથે બેઠેલા મૂળજીને જોઈને પૂરીબાઈ હર્ષઘેલી થઈ ગઈ.
શ્રીજીમહારાજે પૂરીબાઈને કહ્યું : 'બહેન! તું તો મૂળજીને ફૂલ ને વેઢ બે જ પહેરાવતી હતી. મેં તો તેને સૂંડલો ભરીને ઘરેણાં પહેરાવ્યાં છે!'
શ્રીજીમહારાજના વાત્સલ્યથી પૂરીબાઈ ગદ્ગદ થઈ ગયાં.
Vachanamrut Gems
Ashlãli-1:
I wish to say something
“Please listen, I wish to say something. Whoever incompletely realises the nature of God suffers a great loss. That is, that person cannot experience the true bliss of Purushottam Bhagwãn – who we also call Shri Krishna, Shri Vãsudev, Shri Narnãrãyan, Parabrahma and Shri Nãrãyan – nor can he become an ekãntik bhakta. Thus, one should consolidate one’s gnãn by profoundly associating with an Ekãntik Bhakta of God who has such gnãn. This is because, without the true gnãn of God, even the prajãpatis and other creators of the cosmos have to repeatedly take birth along with the creation and then ultimately merge back into mãyã. But they do not attain Akshardhãm, the abode of Shri Purushottam Bhagwãn. The reason for this is a flaw in their understanding.”
[Ashlãli-1]