પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી સર્વસ્વમાં પધારી રહ્યા હતા. માર્ગમાં જ ઠાકોરજીનો કક્ષ આવ્યો. અત્યારે થાળ ચાલી રહ્યો હતો. સ્વામીશ્રી દર્શને પધાર્યા. ભાવથી ઠાકોરજીનાં દર્શન કર્યાં.
દર્શનનો લાભ લીધા બાદ સ્વામીશ્રી કહે : ‘દંડવત કરું...’ સ્વામીશ્રીની ઇચ્છા જોઈને તરત પાથરણું પથરાઈ ગયું. સ્વામીશ્રીએ ઠાકોરજીને 6 દંડવત કર્યા. પાંચ મિનિટ માનસી કરી.
સ્વામીશ્રીને ઠાકોરજીને ગરમ વાનગી ધરાવવાની ઘણા સમયથી ઇચ્છા હતી. આજે એ ઇચ્છા પૂરી થઈ રહી હતી. હસ્તપ્રક્ષાલન કરીને સ્વામીશ્રીએ તાજી જલેબી ઠાકોરજીને ધરાવી. પછી કેક ધરાવી. એટલામાં ગરમાગરમ મરચાં આવ્યાં. સ્વામીશ્રીએ ડાબા હાથે તેનો સ્પર્શ કરીને જોયું... વધુ ગરમ હતાં તેથી થોડાં ઠંડાં પડે પછી ધરાવવાની રુચિ દર્શાવીને ઠાકોરજીને નમન કરીને વિદાય લીધી.
સ્વામીશ્રીના હૃદયમાં એક પછી એક ભક્તિના તરંગો ઊઠતા હતા. દર્શન-દંડવતથી માંડીને માનસી અને નૈવેદ્ય ધરાવવા સુધીની ભક્તિ તેઓએ એક પછી એક અદા કરી દીધી.
Vachanamrut Gems
Loyã-8:
Controlling One's Speech
"Finally, the over-activity of one's speech can be eradicated by not interrupting with wise remarks when people like Muktãnand Swãmi are speaking or narrating from a scripture. Moreover, if one does happen to interrupt, one should turn a rosary 25 times. Thereby, the over-activity of speech can be eradicated."
[Loyã-8]