પ્રેરણા પરિમલ
દર્શન વગર ન જમાય...
શિખરબદ્ધ મંદિરમાં સ્વામીશ્રી કદી દર્શન કર્યાં વિના જમતા નથી. સ્વામીશ્રી પધારવાના હોય તે સમયે જો ઠાકોરજી પોઢાડવાના હોય તો સ્વામીશ્રી માટે દર્શન ખુલ્લાં રખાતાં હોય છે. સ્વામીશ્રી પોતાની સુવિધા માટે સંતોનું આ વલણ સાંખી લેતા નથી.
એકવાર પુનાથી સ્વામીશ્રી મુંબઈ પધાર્યા. ઠાકોરજીની ગાડી અગાઉ મોકલી આપી, એમ કે-પહોંચવામાં વહેલું-મોડું થાય તો ઠાકોરજી ભૂખ્યા ન રહે, સમયસર થાળ થઈ શકે.
ખરેખર, સ્વામીશ્રીને મુંબઈ પહોંચતા રાત્રિના ૧૧ વાગી ગયા. ૯-૩૦ વાગ્યા સુધી રાહ જોઈ ઠાકોરજીને પોઢાડી દીધા હતા. રસોઈ તૈયાર હતી. સૌએ સ્વામીશ્રીને વિનંતી કરી પણ સ્વામીશ્રી ન જ જમ્યા. ને કહ્યું : 'ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ જમ્યા તેમાં આવી ગયું. આપણે દર્શન વગર ન જમાય.'
Vachanamrut Gems
Sãrangpur-18:
Continuous Examination Cures All Swabhavs
"… Thus, any swabhãv which one may have can be eradicated if one continuously examines oneself while doing satsang."
[Sãrangpur-18]