પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-1-2017, અમદાવાદ
સભામાંથી વિદાય લઈને સ્વામીશ્રી લિફ્ટમાં વિરાજ્યા. તેઓએ એક કલાક કરતાંય વધુ સમય સમીપ દર્શનનો લાભ આપ્યો, તેની વાત નીકળતાં સ્વામીશ્રી અદ્ભુત વાક્ય બોલ્યા : ‘અનંત મુક્તોનાં દર્શન કરવા ક્યાં જઈએ ? અહીં બધા સામે આવતા હતા. એટલે બેસી રહ્યા.’ વળી, નીચે ઊતરીને કહે : ‘બધા મુક્તો દેખાય છે, કોને ના પાડવી ?’
સ્વામીશ્રીની દૃષ્ટિમાં ભગવાનનો સંબંધ પામનાર પ્રત્યેક વ્યક્તિ મનુષ્ય નહીં પણ મુક્ત જ છે.
Vachanamrut Gems
Panchãlã-4:
Why God Takes a Human Form
"If God does not become like a human and instead behaves with complete divinity, then people would not be able to develop affection or feelings of affinity for Him. Why? Because a human develops affection and affinity for another human…"
[Panchãlã-4]