પ્રેરણા પરિમલ
ઠાકોરજીને ધરાવ્યું ?
૧૯૮૬માં સ્વામીશ્રી સુરતમાં પધરામણીએ નીકળ્યા. પરિશ્રમ ખૂબ પડ્યો. વચ્ચે તરસ લાગેલી પણ સહન કર્યું. મંદિરે પધાર્યા. સીધા બાકડા પર બેસી જ ગયા. કંઠ સૂકાતો હતો. સેવકે પાણી ધર્યું. તરત સ્વામીશ્રીએ પૂછ્યું : 'હરિકૃષ્ણ મહારાજને ધરાવ્યું ?' સેવક ધરાવ્યા વિના લાવેલા.
તીવ્ર તરસ હોવા છતાં સ્વામીશ્રીએ જળ ગ્રહણ ન કર્યું, વાડકો હાથમાંથી નીચે મૂકી દીધો. બીજા ગ્લાસમાં હરિકૃષ્ણ મહારાજે જલપાન કર્યું પછી જ સ્વામીશ્રીએ તે પ્રસાદીભૂત પાણી મોંમાં મૂક્યું !
ઠાકોરજીને તરસ લાગી હશે, તેનું કેટલું આત્મીય અનુસંધાન !
Vachanamrut Gems
Kãriyãni-7:
Characteristics of a Person Who Has Realised God
"One who has attained God-realisation through such a conviction experiences the following: Wherever he casts his eyes - among all the mobile and immobile forms - he sees the form of God as if it is before his eyes, the same form that constantly remains in Akshardhãm even after the dissolution of the body, the brahmãnd and Prakruti-Purush. Other than that form, he does not perceive even an atom. These are the characteristics of one who has attained God-realisation."
[Kãriyãni-7]