પ્રેરણા પરિમલ
ઉત્તર ગુજરાતના કરજીસણ ગામના...
ઉત્તર ગુજરાતના કરજીસણ ગામના નાનાભાઈ અને ગોવિંદભાઈ શ્રીજીમહારાજના સમર્પિત હરિભક્ત. એક વખત શ્રીહરિ કરજીસણમાં નાનાભાઈની વાડીમાં ઊતર્યા. અહીં ઊભો મોલ જોઈ શ્રીજીમહારાજે પૂછ્યું: 'હજુ મોલ લણ્યો નથી?' નાના ભાઈ તરફથી જવાબ મળ્યોઃ 'મહારાજ! ગોવિંદભાઈ સત્સંગમાં સેવામાં ફરે છે એટલે નવરા થતા નથી. હવે પછી લઈ લઈશું.'
જવાબ સાંભળતાં જ શ્રીજીમહારાજે મનોમન કંઈક નક્કી કરી લીધું. બીજે દિવસે બપોરે નાનાભાઈ બ્રાહ્મણો પાસે રસોઈ કરાવીને વાડીએ પાછા આવ્યા અને જોયું તો મોલ લણાઈ ગયો હતો! શ્રીજીમહારાજ હજુ મોલ લણીને ઊભા જ થયા હતા.
શ્રીજીમહારાજનાં ચરણે પડતાં ગોવિંદભાઈ અને નાનાભાઈ બોલી ઊઠ્યાઃ 'અરે, મહારાજ! આપે આ શું કર્યું?'
મહારાજે હસતાં હસતાં કહ્યું: 'ભક્તની સેવા. તમે અમારી સેવા કરવામાંથી નવરા પડતા નથી એટલે અમારે તમારી સેવા કરવી જોઈએ ને?!'
Vachanamrut Gems
Gadhadã II-22:
The powers of an Ekãntik Sãdhu
“…just as the lords of countless millions of brahmãnds – Brahmã and other ishwars – bring countless types of gifts and other articles for God, they also bring them for that sãdhu. Moreover, by the grace of God, that sãdhu acquires transcendental powers and strength. Keeping such a lofty thought in one’s mind, one should not desire anything other than God…”
[Gadhadã II-22]