પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી અલ્પાહાર કરવા વિરાજિત થયા. મુનિપ્રેમદાસ સ્વામી તથા વિવેકશીલદાસ સ્વામીએ આજના પ્રસંગને અનુરૂપ ખૂબ સુંદર કવિતાની રચના કરી હતી :
અમે પ્રમુખસ્વામીના પતંગ, અમે ઊડતા આકાશે અભંગ... અમે....
વિષયના પેચ ઓલ્યા અમને શું કાપતા ! મહંત સ્વામીને દોર સોંપી અમે ઝૂમતા,
એના ઠુમકે જાગે છે ઉમંગ.... અમે....1
ખેંચીને દોર સ્વામી ઢીલ પણ મૂકતા, ઊંચે ઉઠાવીને ગોથું ખવડાવતા,
સ્વામી જિતાડે માયાનો જંગ.... અમે.... 2
બ્રહ્મકીર્તનદાસ સ્વામીએ આ કવિતાનું ગાન કર્યું. પછી મુનિપ્રેમદાસ સ્વામીએ પ્રાર્થના કરતાં કહ્યું : ‘આમાં કહ્યું છે તેમ માયા સામે લડી શકીએ અને ટકી શકીએ તેનો ઉપાય અને આશીર્વાદ આપજો.’
સ્વામીશ્રીએ આંગળી ગોળ ફેરવીને બધા તરફ નિર્દેશ કરતાં કહ્યું : ‘નિર્દોષબુદ્ધિ... બધામાં. (સત્સંગમાં) ટકી રહેવાનો એ જ ઉપાય.’
અડધા કલાકમાં બીજી વખત સ્વામીશ્રીએ અક્ષરધામ સુધી નિર્વિઘ્ને અયન કરવા માટે ‘નિર્દોષબુદ્ધિ’ જ એકમાત્ર ઉપાય છે એ વાત દૃઢાવી - પૂર્વે નાના બાળકને અને અત્યારે સાધનારત સંતોને !!
Vachanamrut Gems
Gadhadã I-1 :
What is Maya?
Thereafter, the devotee Govardhanbhãi Sheth asked Shriji Mahãrãj, "What is the nature of God's mãyã?"
Shriji Mahãrãj replied, "Mãyã is anything that obstructs a devotee of God while meditating on God's form."
[Gadhadã I-1]