પ્રેરણા પરિમલ
વિક્રમ સંવત ૧૮૬૯(સને ૧૮૧૩)નો અષાઢ...
વિક્રમ સંવત ૧૮૬૯(સને ૧૮૧૩)નો અષાઢ બેઠો ને દુષ્કાળના ઓળા છવાયા. પાણીનાં તળ ઊંડાં ગયાં. વરસાદ થયો નહીં તેથી નદીઓ સુકાઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણ ગામડે ગામડે ફરીને આ કપરા સમયમાં પોતાના ભક્તોની સંભાળ લઈ રહ્યા હતા. કોઈને દાણા, કોઈને નાણાં તો કોઈને ખાણ! ગુજરાતનાં ગામડાંઓમાં શ્રીહરિની ઘોડીના ડાબલા ગુંજતા હતા. અચાનક ઝાલાવાડ પ્રદેશના ખોલડિયાદ ગામે શ્રીહરિની ઘોડીના ડાબલા ગૂંજ્યા.
શ્રીહરિને જોતાં જ ગામના ખેડૂત રૂડા સિંધવ તેમને ખેતરે લઈ જઈ કહેઃ 'મહારાજ! અહીં ગઈ સાલ બાજરો સારો થયેલ, પણ તીડ પડ્યાં તે આખું ખેતર સાફથઈ ગયેલું ને ઓણ વરસાદ નથી ને કાળ પડ્યો છે. નાણાં દેતાં અન્ન નથી મળતું.'
શ્રીહરિએ કહ્યું: 'પાપીનું જોર છે ત્યાં સુધી વરસાદ નહીં પડે, પણ તમારે માટે તો ભગવાને ધાર્યું હશે તે જ થશે.'
આટલું કહેતાં શ્રીહરિએ રૂડા સિંધવના ખેતરમાં ઘોડી દોડાવવા માંડી, અને આખા ખેતરને આવરી લઈને શ્રીહરિએ તેને ટૂંકમાં કહ્યું: 'ભગવાન સારું કરશે.' આ કરુણા કરવા બદલ રૂડા સિંધવ શ્રીહરિનાં ચરણે લળી પડ્યો.
શ્રીહરિ ગુંદિયાળા ચારણને ત્યાં રાત રહીને સવારે નીકળતા હતા ત્યાં દોડતો દોડતો માણસ આવ્યોઃ 'મહારાજ! કાલે તમે રૂડા સિંધવને આશીર્વાદ આપ્યા હતા, તે તેના ખેતરમાં રાતભર વરસાદ થયો. પણ અચરજ તો એ છે કે આજુબાજુ માં બીજે ક્યાંય વરસાદ નહીં!'
ચારણથી રહ્યું ન ગયું. તેણે કહ્યું: 'આવો અન્યાય કેમ?'
શ્રીજીમહારાજ બોલી ઊઠ્યાઃ 'ભગવાન તો ચકલી સારુ બ્રહ્માંડ બોળે. ધણીનો કોઈ ધણીછે?'
Vachanamrut Gems
Gadhadã II-53:
The scriptural definition of 'delusion'
“The characteristic of delusion as described in the scriptures is as follows: When delusion pervades one’s heart, one simply cannot perceive one’s own flaws. Thus, not being able to perceive one’s own flaws is, in fact, the very definition of delusion.”
[Gadhadã II-53]