પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી જ્યારે મંદિર ઉપર પાછળના પ્રદક્ષિણા પથમાં પધાર્યા ત્યારે એક સંત ‘પુરુષોત્તમ બોલ્યા પ્રીતે’નું વાક્ય બોલ્યા : ‘અમે વઢીએ ને મૂંઝાય નહીં તો તેના પર અમારે અધિક પ્રીતિ થાય છે, પણ એવા હરિભક્ત ઘેર-ઘેર હોય નહીં. તેવા પાકા હરિભક્તને અમે પારખી લઈએ છીએ.’ પછી તેમણે સ્વામીશ્રીને યોગ્ય લાગે તે કહેવા વિનંતી કરી.
ત્યારે સ્વામીશ્રી મર્મવાક્ય બોલ્યા : ‘અમે બોલીએ નહીં પણ પારખી લઈએ છીએ.’
સ્વામીશ્રીએ જાણે કે સહુને કહી દીધું કે...
‘તનકી જાને મનકી જાને, જાને ચિત્તકી ચોરી;
ઈસકે આગે ક્યા છુપાયે, જિસકે હાથમેં દોરી.’
Vachanamrut Gems
Gadhadã II-5:
What Are the Main Virtues a Devotee of God Should Attain?
"… A devotee of God should firstly maintain fidelity, and secondly, courage…"
[Gadhadã II-5]