પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી મંદિર ઉપર ઘનશ્યામ મહારાજના ખંડમાંથી બહાર પધાર્યા. સંતો સ્વામીશ્રીનાં મહત્તમ દર્શન થાય તેવી રીતે, શક્ય એટલી વાર અલગ અલગ જગ્યાએથી પોતાનું સ્થાન શોધી ગોઠવાઈ જાય છે, પણ સ્વામીશ્રી દરેક વખતે તમામ પર દૃષ્ટિ કરીને સુખ આપે છે.
વૈરાગ્યનિધિદાસ સ્વામી તેના સંદર્ભમાં કહે : ‘બધા એના એ જ છે.’
સ્વામીશ્રી કહે : ‘એના એ જ છે, પણ વધારે સારું લાગે છે.’
સંતો-ભક્તો સ્વામીશ્રીનાં દર્શનથી આનંદ પામે છે અને સ્વામીશ્રી સંતો-ભક્તોનાં દર્શનથી !
Vachanamrut Gems
Panchãlã-7:
A Person With Firm Upasana Would Definitely Attain Liberation
"… Moreover, if, by chance, a person possessing such firm upãsanã of the manifest form of God - never harbouring any doubts of mãyã being present in the form of God - were to behave unbecomingly due to the influence of bad company or due to the influence of his own prãrabdha karmas, even then he would attain liberation…"
[Panchãlã-7]