પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-1-2017, અમદાવાદ
સાંજે હાઇકોર્ટના એક મોટા વકીલ સ્વામીશ્રીને મળવા આવ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં કાયદાકીય બાબતોમાં મોટી મોટી સંસ્થાઓને અને સરકાર સુધ્ધાંને હંફાવી ચૂક્યા હતા. પૂર્વે સ્વામિનારાયણ સંપ્રદાય સામે પણ તેમણે લડત આપી હતી.
આજે તેઓ સ્વામીશ્રીને મળવા આવી રહ્યા છે તે ખબર તેમના મિત્રોને પડતાં તેમણે આમને કહ્યું હતું કે ‘તું વટલાઈ ગયો.’ છતાં તેઓ આવેલા. સ્વામીશ્રી આગળ ખૂબ નમ્રતાથી વાતચીત કરી. ચરણોમાં મસ્તક મૂક્યું. આશીર્વાદ લીધા.
સ્વામીશ્રીએ તેમના હસ્તે નાડાછડી બાંધતાં હસીને કહ્યું : ‘હવે પૂરેપૂરા વટલાઈ ગયા...’
તેમણે કૃતજ્ઞભાવે કહ્યું : ‘હવે હું સ્વામિનારાયણ સંપ્રદાય સામે ક્યારેય નહીં લડું એટલું જ નહીં, પણ જ્યારે આપની સંસ્થાને જરૂર હોય ત્યારે હું મદદ કરીશ.’
સ્વામીશ્રીના અલ્પ સહવાસે આજે પૂર્વગ્રહોના પહાડો પીગળાવી દીધા. પીગળ્યા તો પીગળ્યા પણ તેમાંથી નીકળેલી શીતલ જલધારા સ્વામીશ્રીનાં ચરણકમળ પખાળવા લાગી.
Vachanamrut Gems
Loyã-17:
A Firm Foundation in Satsang
"… Thus, he who has realised the greatness of God and the Sant has a firm foundation in Satsang. Conversely, one cannot be certain about a person who has not realised such greatness."
[Loyã-17]