પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી મંદિરે દર્શન કરવા માટે જવાની તૈયારી કરતા હતા. આજે બહાર ઠંડી વધી હતી. તેથી સેવકોએ વિનંતી કરી : ‘આજે શાલની સાથે ગાતરિયું પણ ઓઢો.’
સ્વામીશ્રીએ રુચિ ન દર્શાવી. ઠંડી ખરેખર વધુ હતી તેથી સેવકોએ વિનંતી ચાલુ રાખી...
‘અરે ! એક ફર્લાંગ રસ્તો છે.’ એમ કહીને સ્વામીશ્રી ઠંડીને ઠોકર મારીને કક્ષની બહાર નીકળી ગયા.
ૠતુની સામે પડવું એ તો જાણે સત્પુરુષોની માલિકીનો ગુણ છે.
Vachanamrut Gems
Loyã-7:
Highest Realisation
"… That is to say, even after one has become brahmarup, one still has to realise Parabrahma Purushottam…"
[Loyã-7]