પ્રેરણા પરિમલ
ગુણાતીત બાગનાં પુષ્પોની મહેક
દિગંત પરેશભાઈ માધાણી જામનગર બાળમંદિરમાં ભણતો ત્યારથી નિયમિત પૂજા કરે છે. સત્સંગનું પહેલેથી જ વાતાવરણ અને સંસ્કારો પણ એવા. એકવાર સ્કૂલમાં જવા માટેની રિક્ષા આવી ગઈ. એનાં મમ્મીએ એને ફટાફટ તૈયાર થઈ જવાનું કહ્યું. દિગંત તૈયાર થઈ ગયો અને રિક્ષામાં બેસીને સ્કૂલમાં ગયો, પરંતુ બાળમંદિરમાં ભણતા આ શિશુને એવું જાણપણું હતું કે આજે પૂજામાં રોજ કરતાં ઓછી માળા થઈ છે એટલે પોતાના ખિસ્સામાં ગોમુખી અને માળા સાથે લીધી, અને રિસેસના ટાઇમમાં બાકીની માળા એણે પૂરી કરી અને ત્યારપછી જ નાસ્તો કર્યો.
દિગંત બીજા ધોરણમાં આવ્યો ત્યારે પણ તિલકચાંદલો કરીને જ સ્કૂલે જતો. સ્કૂલના સંચાલકે એને તિલકચાંદલો કાઢી નાખવાનું ફરમાન કર્યું, પરંતુ દિગંત એને ગાંઠ્યો નહીં. બીજે દિવસે પણ તિલકચાંદલો કરીને જ ગયો એટલે સંચાલકે જ કપાળમાંથી તિલકચાંદલો ભૂંસી નાખ્યો. દિગંત રોજ તિલકચાંદલો કરીને જાય અને સંચાલક તિલકચાંદલો ભૂંસી નાખે. ઘણા દિવસો સુધી આમ બનતાં દિગંતનાં માતાપિતાએ સ્કૂલે જઈને વિનંતી કરી કે આ બાળકને તિલકચાંદલા સહિત પૂજા કરવાનો નિયમ છે, પરંતુ સ્કૂલના સંચાલકના માનસમાં આ વાત ન ઊતરી. એણે સંભળાવી દીધું કે આ સ્કૂલમાં ભણવું હોય તો ચાંદલોબાંદલો થશે નહીં. દિગંતના દૃઢતાવાળા પિતાએ પણ નક્કી કરી લીધું કે બાળકને સ્કૂલમાંથી ઉઠાડી દેવો અને એમ જ કર્યું. એક મહિનો દિગંતને ઘરે બેસી રહેવું પડ્યું, પરંતુ મહારાજ-સ્વામીની કૃપાથી જામનગરની શ્રેષ્ઠ સ્કૂલમાં એને એડમીશન મળી ગયું. ભણવામાં પણ દિગંત હોશિયાર છે.
Vachanamrut Gems
Gadhadã II-27.14:
Shriji Maharaj's Principle
“Moreover, a devotee never deviates from one’s dharma. Hence, to perform the bhakti and upãsanã of God while maintaining one’s dharma is My principle.”
[Gadhadã II-27.14]