પ્રેરણા પરિમલ
'તમે તમારા અંતરમાં પૂછો.'
તા. ૨૭-૬-૨૦૦૫, રાજકોટ
બપોરે ભોજન દરમ્યાન સામે બેઠેલા હર્ષદભાઈ રાણા(નૈરોબી) કહે : 'આપના સાંનિધ્યમાં આવીએ ત્યારે આપનો ફોટો પડી જાય, પણ વળી પાછો ગુમ થઈ જાય છે, ને બીજા ફોટા આવી જાય છે એનું કારણ શું ?'
'તમે તમારા અંતરમાં પૂછો કે એનું કારણ શું છે.'
'આપ દૃષ્ટિ કરો તો જ એનું કારણ સમજાય એવું છે.' પંડ્યાએ કહ્યું.
સ્વામીશ્રીની વાતને પુષ્ટ કરતાં હર્ષદભાઈ રાણા કહે : 'આપ એવું બળ આપો કે કાયમ અંતર્દૃષ્ટિ રહ્યા કરે.'
'બળ આપ્યું જ છે. એટલે તો નૈરોબીથી અહીં અવાય છે. બાકી પૈસા કમાવાના મૂકીને કોણ અહીં આવે ?'
'આપ દૃષ્ટિ કરો છો ત્યાં સુધી જ આવું બળ રહે છે.''દૃષ્ટિ તો છે જ. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ બેઠા છે એટલે જ અહીં અવાય છે. બાકી પૈસાનો મોહ મૂકીને કોઈ આવી શકે નહીં.' સ્વામીશ્રીએ હરિભક્તો પોતાનો ધીકતો ધંધો છોડીને લાભ લેવા આવે છે એની પણ નોંધ લીધી અને સાથે સાથે પોતાની અંતર્દૃષ્ટિ પોતે જ કરવાની છે એ સમજણ આપી દીધી.
Vachanamrut Gems
Jetalpur-4:
Liberation through Focusing one's Vruttis on God
" ... In this manner, if all of one's vruttis are focused on the form of God, then one can attain liberation even with a feeling of enmity towards God.
For example, when the vruttis of Shishupal, Kansa and others became became completely engrossed in Shri Krishna, they attained liberation. But if a person does not know how to bear malice towards God in this manner then he is consigned to narak. Rather than this, it is much easier to engage in the bhakti of God. Conversely, though, one who worships God with such a malignant intellect will never cease to be called demonic and can in no way be called a devotee."
[Jetalpur-4]