પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯૦
મુંબઈ, તા. ૬-૭-'૬૧
ડૉ. ઇન્દ્રવદન મહેતા બપોરે દર્શને આવ્યા હતા ત્યારે યોગીજી મહારાજ તેમને કહે, 'તમારે રોજ દર્શન દેવા આવવું.'
'એમને પરીક્ષા છે,' સ્વયંપ્રકાશ સ્વામીએ કહ્યું.
'એ તો અમારા આશીર્વાદથી પાસ થઈ જશે. વાંચવાથી કાંઈ પાસ થવાના નથી, માટે આવવું.' સ્વામીશ્રીએ નિશ્ચલતાથી કહ્યું. કારણ, પુરુષાર્થનું ફળ આપનારા જે પુરુષ છે, તેના વચને પુરુષાર્થ વગર પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને એમના વચન એ જ પુરુષાર્થ બને છે - એ સૂર સ્વામીશ્રીના શબ્દોમાં હતો, ફક્ત એમના વચનમાં વિશ્વાસ જોઈએ.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Highest Level of Vairagya
"Now, if a person with the highest level of vairãgya were to come across women and other worldly objects even in solitude, he would not be enticed. Such a person can be considered to be one with the highest level of vairãgya."
[Loyã-1]