પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૮૯
મુંબઈ, તા. ૨-૭-'૬૧
આજે મુંબઈના નિષ્ણાત ડૉ. બાલિગાએ યોગીજી મહારાજની તબિયત અંગે નિદાન કરતાં જણાવ્યું હતું કે કોઈ ચિંતાજનક તકલીફ નથી. હરસની તકલીફ છે તે સારવારથી દૂર થઈ જશે. આ સમાચારથી સૌને શાંતિ થઈ હતી.
રાત્રે સ્વામીશ્રીને સ્નાન કરાવતાં કોઈ કહે, 'શાસ્ત્રીજી મહારાજને પણ એકવાર આૅપરેશન કરાવવું પડ્યું હતું.'
'ઈ તો સાક્ષાત્ ધામના પુરુષ, તે એમને વાંધો ન આવે. એમની દૃષ્ટિથી આપણું ચાલે છે.' શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતાના અપૂર્વ ભાવથી સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Highest Level of Gnan
"A person with the highest level of gnãn, however, would not be deluded even after seeing any type of pure or impure actions performed by God, and his conviction would not diminish. Moreover, even if the person who initially convinced him of God were to say, 'He is not God,' he would feel, 'This person must be mad.' Such a person can be described as one with the highest level of gnãn."
[Loyã-1]