પ્રેરણા પરિમલ
ભપકાબંધ તિલકચાંદલો કરવો.
તા. ૧૨-૫-૨૦૦૫, અમદાવાદ
મુલાકાત દરમ્યાન મોરદેવીનો વતની અને સુરત છાત્રાલયમાં ભણતા વિદ્યાર્થીએ સ્વામીશ્રી સમક્ષ નિયમ લીધો કે આજથી હું ચાંદલો નિયમિત કરીશ. એણે પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં કહ્યું કે 'પહેલાં હું તિલકચાંદલો નિયમિત કરતો હતો, પરંતુ કૉલેજમાં આવ્યો ને પ્રોફેસરોથી માંડીને બધા ખીજવવા માંડ્યા ત્યારથી મેં બંધ કર્યો હતો.'
સ્વામીશ્રી કહે : 'લોકો તો ખિજાય. આપણે એની સામે થવું નહીં. લોકો ખીજવવા માટે બોલે પણ જો આપણે સામે ન બોલીએ તો બે-ત્રણ દહાડામાં કંટાળી જાય. માટે તિલકચાંદલો કરતાં આપણે ગભરાવું નહીં. ભક્ત થયા છીએ તો ભપકાબંધ તિલકચાંદલો કરવો. તિલકચાંદલો કરવાથી સામાને ક્યાં તકલીફ પડે છે? માટે એમાં સંકોચ ન રાખવો.'
Vachanamrut Gems
Vartãl-10:
When God is not Manifest on this Earth - Go to the Sant
“However, when God is not manifest on this earth, one should seek the refuge of the Sant who has the realisation of God – because the jiva can also attain liberation through him…”
[Vartãl-10]