પ્રેરણા પરિમલ
આત્મીયતા ભર્યું દર્શન..
તા. ૨૬-૧૨-૨૦૦૨ના રોજ પ્રમુખસ્વામી મહારાજ અટલાદરામાં અલ્પાહાર કરી રહ્યા હતા. તે વખતે સર્વમંગલ સ્વામીએ મૂળ અડાસના અને લંડન રહેતા સત્સંગી હરિભક્ત દિનેશભાઈ જે. પટેલનો પરિચય આપતાં કહ્યું : 'તેઓ કોયલીવાળા માધાભાઈનાં દીકરીના દીકરા થાય.'
વિવેકસાગર સ્વામીએ કહ્યું : 'એમનો વિશેષ પરિચય તો સ્વામીબાપા આપશે.'
સ્વામીશ્રી બોલ્યા : 'માધાભાઈના બે ભાઈઓ : ઈશ્વરભાઈ અને નારણભાઈ. એમના પિતાશ્રી જીજીભાઈ નારણભાઈ. શાસ્ત્રીજી મહારાજના વખતમાં તેઓ સાધુ થયેલા. કોયલીમાં બધા રહેતા. એમનું મૂળ ગામ કોયલી. શાસ્ત્રીજી મહારાજને બોલાવીને હાથી પર સવારી કાઢેલી તથા વાજતે-ગાજતે પધરાવેલા. પછી માધાભાઈ કોયલીમાં જ રહેલા. એમના દીકરા ગોવિંદભાઈ વગેરે પણ ત્યાં જ રહેલા ને ઈશ્વરભાઈ જેસંગપુરામાં જમીનો રાખીને રહેલા ને ત્યાં જ ધામમાં ગયેલા. તેમને બે દીકરા હતા. પુરુષોત્તમભાઈ જે અત્યારે અહીં આવે છે. બીજા ચતુરભાઈ. ચતુરભાઈને વસ્તાર ન હતો. પછી નારણભાઈને ત્રણ દીકરા - લલ્લુભાઈ, ગિરધરભાઈ અને નરસિંહભાઈ. દેવચરણ સ્વામીના તેઓ ત્રણેય મામા થાય. નરસિંહભાઈ સાધુ થવા આવેલા. મારી જોડે પણ રહેલા. પછી ઘરે ગયેલા. એમને પણ નાના નાના છોકરાઓ છે. બધા શાસ્ત્રીજી મહારાજને વિશે નિષ્ઠાવાળા. ત્રણેય ભાઈઓનું કુટુંબ નિષ્ઠાવાળું.'
સ્વામીશ્રીએ આ પરિચય આપ્યો ત્યારે સૌ દંગ થઈ ગયા. હરિભક્તોનાં જીવનમાં સ્વજનથીય અધિક આત્મીયતાથી સ્વામીશ્રી ઓતપ્રોત થયેલા સ્વામીશ્રીનું આ દર્શન કંઈક નિરાળું હતું.
Vachanamrut Gems
Gadhadã III-24:
One's innate nature can be eradicated
"For a person to eradicate one's innate nature is indeed difficult. In spite of this, if one has realised Satsang to be the fulfiller of one's self-interest, then it is not difficult to do so. For example, the members of Dãdã Khãchar's family have an interest in keeping Me here, so they do not retain any nature which I do not like. In this way, one's innate nature can be eradicated due to self-interest…"
[Gadhadã III-24]