પ્રેરણા પરિમલ
આપણે તો સ્મૃતિ કરી લઈએ...
સભામાં વિવેકસાગર સ્વામી પારાયણ કરી રહ્યા હતા, જેમાં પ્રસંગ આવ્યો કે ૧૯૪૭ની સાલમાં જયપુરમાં શાસ્ત્રીજી મહારાજ પધાર્યા હતા ત્યારે બબુભાઈ કોઠારીને એક ઠગ છેતરી ગયો હતો. આ વાત કરતાં વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીની સાક્ષી લીધી. એટલે સ્વામીશ્રી તો આસન ઉપર બેઠાં બેઠાં પ્રસંગ બોલવા લાગ્યા.
વિવેકસાગર સ્વામી કહે, 'માઈક વગર કોઈને સંભળાશે નહિ.'
સ્વામીશ્રી કહે, 'ન સંભળાય તો ય કાંઈ નહિ, આપણે તો સ્મૃતિ કરી લઈએ.'
એમ કહીને શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ સાથે આખો પ્રસંગ કહી દીધો.
સ્વામીશ્રીની કેવી સરળતા અને ગુરુહરિ સાથે સંલગ્ન કોઈ પણ પ્રસંગને કહેવાનો કેવો ઇશક !
(તા. ૦૬-૧૨-૨૦૦૫, કોલકાતા)
Vachanamrut Gems
Amdãvãd-8:
How does Anger Arise?
“… Also, anger can arise when one is insulted, out of jealousy, over where to sit or not to sit, or even because of the unequal distribution of God’s prasãd. In this way, there are many reasons for anger to arise.”
[Amdãvãd-8]