પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્- ૮૩
ગઢપુર, વૈશાખ વદ ૧૨ (૧૯૬૧)
યોગીજી મહારાજના જીવનમાં કેટલીક અલૌકિક પળો જોવા મળતી. ક્યારેક એકાંતમાં હોય, કોઈ સેવક બાજુમાં ન હોય ત્યારે પોતે કોઈ અગમ્ય વાતો કરતા જણાતા. આજે પણ એવો જ એક પ્રસંગ બન્યો. કળશ જયંતીનો મહોત્સવ ધામધૂમથી ઊજવાઈ ગયો હતો. એકાવન સંતોએ દીક્ષા લીધી હતી. સ્વયં આનંદમૂર્તિ હોવા છતાં કોઈ વિશેષ આનંદ સ્વામીશ્રીના મુખારવિંદ ઉપર ઊભરાતો હતો અને એકાંતની પળો મળતા સેવકો દૂર ઊભા હતા ત્યારે સ્વામીશ્રી નીચે પ્રમાણે અદૃશ્યમાં કોઈ સાથે બોલતા જણાતા હતા :
'... મહારાજ પધાર્યા ! સો મણનો શીરો બનાવ્યો... પણ કોઈ ઓળખ્યું નહિ !... મહારાજે આપણો સંકલ્પ પૂરો કર્યો !... હવે શાંતિ થઈ...!'
જાણે મહારાજ સાક્ષાત્ પધાર્યા હોય ! અને આ અલૌકિક કાર્ય થયું હોય ! સંતોએ ભાગવતી દીક્ષા લીધી હોય ! એવો ભાવાર્થ ઉપરનાં તૂટક વાક્યોમાંથી સહેજે સમજાય છે અને ગર્ભિત રીતે એ પણ ફલિત થાય છે કે આ એકાંતિક સંત દ્વારા મહારાજે જ આ કાર્ય કર્યું !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
The Cause of Not Feeling Fulfilled Within
Thereafter, Motã Shivãnand Swãmi asked, "Despite having complete faith in God, why does one not feel fulfilled within?"
Shriji Mahãrãj replied, "A person whose antahkaran burns due to the enemies of lust, anger, avarice, affection, egotism, cravings for taste, etc., would not believe himself to be fulfilled - even if he does have faith in God."
[Loyã-1]