પ્રેરણા પરિમલ
બાહ્ય દેખાવ નહીં, ભક્તિ છે.
અમેરિકા ક્લિફ્ટનથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અજયભાઈ શાહ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
તેઓ સ્વામીશ્રીને કહે, 'સ્વામી ! મને અંતરમાં એમ જ રહ્યા કરે છે કે જે કંઈ સમજણ કેળવવી એ બધી અંતરમાં જ કેળવવી. બહારના દેખાવની કાંઈ જરૂર નથી. તિલકચાંદલો કે કંઠી પહેરવાની પણ જરૂર મને લાગતી નથી. બહારનો દેખાવ શું કરવાનો ?'
સ્વામીશ્રી કહે, 'આપણે કંઠી કે તિલકચાંદલો કરીએ છીએ, એ બાહ્ય દેખાવ નથી. આપણે તો ભગવાનની આજ્ઞા છે એટલે કરવાનું છે. એમને રાજી કરવાના છે અને ભગવાનનો આશરો છે, એનું જાણપણું રહે એ માટે કંઠી છે. આ બધું કરીએ છીએ, એ કંઈ દેખાવ નથી. આ ભક્તિ દેખાવની નથી. લોકોને દેખાડવા માટે નથી. ભગવાનને રાજી કરવાની વાત છે, માટે આ બધું રાખજો.'
બાહ્ય દેખાવ અને ભક્તિ વચ્ચેની આ સૂક્ષ્મ ભેદરેખા કેટલી નાજુક છે !
(તા. ૦૬-૧૨-૨૦૦૫, કોલકાતા)
Vachanamrut Gems
Gadhadã II-66:
Eradicating Faults
“… When a person wishes to eradicate his faults, he should eradicate them after consulting the words of the great. For example, if a person has some worldly task to perform, and he wants to accomplish that job extremely well, he should consult some experts. Similarly, such consultation is necessary here as well…”
[Gadhadã II-66]