પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્- ૮૨
ગોંડલ, તા. ૨૯-૪-'૬૧
આજે રાજસ્થાનના એક જાણીતા રજવાડી કુટુંબના ભાવુક સદ્ગૃહસ્થ, પૂર્વના કોઈ બલિષ્ટ સંસ્કારને યોગે ફરતાં ફરતાં આ તીર્થસ્થાનમાં યોગીજી મહારાજના સાંનિધ્યમાં આવ્યા હતા. તેઓ મુમુક્ષુ હતા ને સદ્ભાવનાથી ઘણાં તીર્થોમાં ને આશ્રમોમાં માહાત્માઓ પાસે ગયા હતા, પણ કોઈ જગ્યાએ એમનું મન માન્યું ન હતું. દરેક જગ્યાએ એમને આધ્યાત્મિક પ્રદૂષણ (pollution) જણાયું હતું. અહીંના વિષે તેમણે ઘણી વાતો સાંભળેલી અને સ્વામીશ્રીનાં પ્રત્યક્ષ દર્શનથી જ એમને અંતરમાં શાંતિનો ઊંડો અનુભવ થયો.
તેઓ સભામાં બેઠા હતા. પછી સ્વામીશ્રીએ તેમને કંઈ શંકા હોય તો પૂછવા કહ્યું ને હિંદીમાં કંઈ પોતાના અનુભવની વાત કરવા જણાવ્યું. આથી નમ્રભાવે એમણે કહ્યું : 'આપકે દર્શન સે શાંતિ હો ગઈ. અબ કોઈ શંકા હી નહિ... આપ હી સહજાનંદજી મહારાજ હો, શાસ્ત્રીજી મહારાજ હો, પરમાત્મા હો...' સ્વામીશ્રી હસી પડ્યા ને એટલું જ બોલ્યા કે 'બુદ્ધિશાળી છે.'
આખરે તો દરેક શિષ્યને - ગુરુમાં ભગવાનનાં દર્શન કરવાનાં જ છે ને ! તે દર્શન આ પરદેશી ને આપોઆપ લાધ્યું
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-2:
The Cause and the Effect
Thereupon Brahmãnand Swãmi asked, "That which is the cause should be greater than its effect. Why, then, does a large tree arise from the seed of a banyan tree, which is small?"
Shriji Mahãrãj replied, "A cause may be small and subtle, yet it is still capable of producing a vast effect - that is the cause's greatness…"
[Loyã-2]