પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૫
ટરોરો, તા. ૨૫-૨-'૭૦
'લ્યો, આ પ્રસાદી.'
'બાપા, પછી અમે લઈ લઈશું, 'એમ કરી સંતોએ યોગીજી મહારાજને જમવાનો આગ્રહ કર્યો. કારણ સ્વામીશ્રી હમેશાં આ રીતે ફ્રૂટ વગેરે જે પ્રસાદ હોય એ બધાને વહેંચી દેતા. પણ પોતે જમવાનું ટાળતા.
'એમ ન હાલે. હું આપું તે પ્રસાદી ગણાય, તેનું ફળ જુદું,' સ્વામીશ્રીએ એવો તો જવાબ વાળ્યો કે કોઈ સામે દલીલ કરી શકે નહિ.
ભોળા જણાતા સ્વામીશ્રીની બોલવાની ચતુરાઈ એવી હતી કે સામાની વાણી જ બંધ થઈ જાય. એમના વિધાનમાં યુક્તિ હતી, અને એ યુક્તિ સૌને ભગવાનમાં જોડવા માટે જ હતી.
'બાપા, તમને સત્સંગીના દીકરાને સાધુ બનાવવા માંગતા બીક નથી લાગતી ?' એક ભક્તે પૂછ્યું.
'તમને ખબર નથી. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે રાજાનો કુંવર હોય તેનેય હું મુંડી નાંખું.' સ્વામીશ્રીએ ગુરુના વચનનું સમર્થન આપ્યું.
'બાપા, મા-બાપને તો દુઃખ થાય ને...'
'શા માટે થાય ? એને દીકરામાં હેત છે તો અમારામાં હેત નથી ? કાઢો છેલ્લાનું સાતમું. સગાં-સંબંધી કરતાં અધિક સંતને વ્હાલા રાખવા. સંત અને ભગવાન એ બે જ વ્હાલા. એ માગે તે તરત સમજાવી કરીને દઈ દેવું. દીકરાને સમજાવીને અર્પણ કરી દેવો. તેને પુષ્ટિ કરનાર જોઈએ. મન ફેરવનાર અમે છીએ. 'જા, સ્વામીને રાજી કર. રાજીપો લીધા જેવો છે.' એમ મા-બાપ કહે, તો આપણે બળ કરીએ.'
અસંખ્ય જીવો જ્યારે પ્રલય અગ્નિમાં નિત્ય હોમાય છે ત્યારે ગુણાતીત યજ્ઞમાં આહુતિ આપી, ગુણાતીતરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી, જીવનને સાર્થક બનાવવાનું, ગુણાતીત સંત સિવાય સમજાવવાની કોણ હિંમત કરી શકે ? જેના હૃદયમાં જગત નથી, માયા નથી, પ્રપંચ નથી, એ જ આવું કહી શકે. બીજાની છાતી જ બેસી જાય.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-8:
The Greatest Obstacles in Bhakti?
Then Muktãnand Swãmi asked, “Mahãrãj, for a devotee of God, what is one of the greatest obstacle in his bhakti towards God?”
Shriji Mahãrãj replied, “For a devotee of God, the greatest obstacles are that he does not realise his own drawbacks, his mind becomes aloof from God and His Bhakta, and he develops indifference towards the Bhakta of God. These are the greatest obstacles for a devotee.”
[Gadhadã III-8]