પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૮
નાન્સીઓ, તા. ૨૪-૧૧-'૫૯
અહીં એક નાનકડા મંદિરમાં યોગીજી મહારાજના વરદ હસ્તે રાધાકૃષ્ણની આરસની અને અક્ષરપુરુષોત્તમની પટની મૂર્તિઓની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ. સ્વામીશ્રી ઉતારે પધાર્યા. હરિકૃષ્ણ મહારાજને થાળ ધરવાનો હતો. દાળ, ભાત, શાક, રોટલી વગેરેનો થાળ તૈયાર કરી મૂક્યો. શીરો તપેલીમાં રાખીને જ ધરવા મૂક્યો.
આ જોઈ સ્વામીશ્રી બોલ્યા : 'શીરો થાળમાં મૂકો. ઠાકોરજી કહે છે શીરો નથી મૂક્યો. તપેલીમાંથી લેતા હાથ દાઝી જાય.'
'એમ ! ઠાકોરજી કહે છે ?' મેં આશ્ચર્યથી પૂછ્યું.
'હા, ઠાકોરજીએ મને હમણાં કહ્યું.'
પછી શીરો થાળમાં મૂક્યો એટલે સ્વામીશ્રી કહે, 'ઠાકોરજી કહે છે હવે જમશું.'
એમ પોતાની અને હરિકૃષ્ણ મહારાજની એકતા જણાવી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-12:
Clear Distinction Between the Body and the Atma
Thereafter Muktãnand Swãmi asked, "Why is it that even after understanding the distinction between the body and the ãtmã, one forgets that distinction and continues to identify oneself with the body?"
Shriji Mahãrãj explained, "Once a person has clearly understood the distinction between the body and the ãtmã, it cannot be forgotten. Even if he believes, 'I am the body,' he can no longer accept himself as the body. Also, once he has firmly established the conviction of God, even if he tries to discard it, it cannot be discarded. Furthermore, the notion that his realisation of himself as ãtmã has been lost and the belief that he is the body has begun to prevail is simply a misconception of his mind; the belief never actually returns…"
[Sãrangpur-12]