પ્રેરણા પરિમલ
'સારું ભણીશ તો મોટર આવશે.'
ગાંધીનગરથી આવેલો હિરેન સુતરિયા નામનો બાળક ખૂબ જ નિષ્ઠાવાન અને ભક્તિભાવવાળો છે. જન્મદિવસે એના પિતાશ્રીએ સાઇકલ માટે પૈસા આપ્યા તો એ બધા જ રૂપિયા એેણે આરતીમાં નાખી દીધા. આજે તેના પિતાએ આ વાત સ્વામીશ્રીને કરી. સ્વામીશ્રીએ એની આવી શુભ ભાવના જોઈને માથે હાથ ફેરવી આશીર્વાદ આપ્યા અને કહ્યું :
'સારામાં સારું ભણજે તો સાઇકલની જગ્યાએ મોટર પણ આવી જશે.'
આ જ છોકરાએ સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે એકાદશીને દિવસે નિર્જળ ઉપવાસ કર્યો હતો.
(૨૨-૧૧-૨૦૦૪, અમદાવાદ)
Vachanamrut Gems
Gadhadã I-49:
Focusing on God
Brahmãnand Swãmi then asked further, "By what means can one keep one's vrutti on God?"
Shriji Mahãrãj explained, "The means to achieve that is 'antardrashti'. 'Antardrashti' is to constantly look towards the form of the manifest God that one has attained…"
[Gadhadã I-49]